BREAKING NEWS

'દીકરી મારે નથી જોઈતી અને તનેય નહીં આપું, મારી નાખીશ...': રાજકોટમાં અંતે સગી જનેતા પૂનમે કરી બતાવ્યું

  • October 16, 2026 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ શહિદ ઉદ્યમસિંહ ટાઉનશીપમાં જનેતાએ જ અઢી વર્ષની પુત્રીને છઠ્ઠા માળેથી નીચે ફેંકી દેવાના ચકચારી બનાવમાં પત્ની સામે પતિ સંજય સાકરીયાએ પુત્રીની હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે. પુત્રી બીજા લગ્નમાં આડખીલી રૂપ ન બને એ માટે નીચે ફેંકી દઈ હત્યા કરી હોવાની નિષ્ઠુર માતા પૂનમે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. પતિએ જણાવ્યું હતું કે, પૂનમ દોઢેક વર્ષથી માવતરના ઘરે રિસામણે ચાલી ગઈ હતી, તેને મેં દીકરી સોંપી દેવાનું કહ્યું ત્યારે જ તેણીએ કહ્યું હતું કે, દીકરી મારેય નથી જોઈતી અને તનેય નહીં આપું તેને મારી નાખીસ અને અંતે જે બોલી હતી એજ કરી બતાવ્યું હતું, આમ કહી ચોંધાર આંસુએ રડી પડ્યો હતો.


પ્રાપ્ત વિગત મુજબ સોમવારના રોજ કુવાડવા રોડ પર શહિદ ઉદ્યમસિંહ ટાઉનશીપમાં છઠા માળેથી અઢી વર્ષની સ્નેહલ પડી જતા મોત નીપજ્યાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે બાળકીની માતા પૂનમ સંજયભાઈ સાકરીયાની દીકરીને પોતે જ ઉપરથી ફેંકી દઈ હત્યા નિપજાવ્યાની કેફિયતના આધારે ગઈકાલે જ ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની ત્રણ દિવસની ઊંડાણપૂર્વકની તપાસ અને કેટલીક શંકાની સોઈ પહેલા થી જાણભેદુ હોવાનું જણાઈ રહ્યું હતું, એવામાં દીકરીનું મૃત્યુ થયાના મગરમચ્છના આંસુ સારતી તેની માતા પૂનમ ખુદ હત્યારી નીકળતા પતિ સંજય વશરામભાઇ સાકરીયા (રહે-દૂધસાગર રોડ, શક્તિ સોસાયટી શેરી નંબર-2)એ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પુનમની ધરપકડ કરવામાં આવી હતી.

સંજય સાકરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ફ્લિપકાર્ટમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરું છું, વચ્ચે કામધંધો છૂટી જતા મારા અને પૂનમ વચ્ચે ઝગડાઓ થતા હતા આ ઝગડાઓ વધી જતા પૂનમ દીકરી સ્નેહલને લઈને શહીદ ઉદ્યમસિંહ ટાઉનશીપમાં રહેતા તેના માવતરના ઘરે ચાલી ગઈ હતી. એ સમયે સમાધાન માટેના કેટલાક પ્રયત્ન કર્યા હતા પરંતુ પૂનમ પરત આવવા માટે તૈયાર નહતી. આથી આગેવાનો અને ઘર પરિવારના સભ્યો મારફતે દીકરી સ્નેહલ ને સોંપવાનું કહેતા દીકરી પણ નહીં સોપવાનું કહી જણાવ્યું હતું કે, તારી દીકરી મારે પણ નથી જોઈતી અને તને પણ નહીં આપું, મારી આને મારી નાખીશ, આ વાત મેં પરિવારને પણ કરી હતી. અંતે પૂનમે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે. પોલીસે પતિની ફરિયાદના આધારે પત્ની પૂનમ સામે હત્યાનો ગુનો નોંધી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application