BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: ભાણવડમાં કારમાંથી ૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

  • November 05, 2026 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ભાણવડમાં કારમાંથી ૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

એક આરોપી સહિત ૧.૩૦ લાખનો મુદામાલ કબજે: બે આરોપીઓ ફરાર

ભાણવડમાં પોલીસે એક કારમાંથી ૧૫૦ લીટર પીવાનો દેશી દારૂ કબજે કરી એક બુટલેગરની ધરપકડ કરી છે. જયારે અન્ય બે શખ્સ નાસી છુટયા છે. પોલીસે દારૂ તેમજ કાર મળી કુલ એક લાખ ત્રીસ હજારનો મુદામાલ ઝડપી પાડયો છે.

રાજકોટ રેન્જ આઇ.જી. પી. નિર્લિપ્ત રાયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ જેવી બદીઓ સામે કડક હાથે કામ લેવાની સુચનાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા સહિતને આપી હતી. 

ત્યારે આ સુચનાને પગલે ભાણવડ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન જી.જે. ૦૧-કે.સી. ૭૩૯૧ નંબરની ટાટા નેનો કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા પોલીસે કાર શોધી કાઢી હતી.

કારમાંથી ત્રીસ હજારની કિંમતનો ૧૫૦ લીટર પીવાનો દારૂ મળી આવ્યો હતો. તેમજ નામચીન બુટલેગર ભાણવડના જ નરેશ ઉર્ફે નરીયો મોહનભાઇ ધુળાની ધરપકડ કરી તેની પુછતાછ કરતાં તેણે દારૂનો જથ્થો સાજણાવારા નેશ પાસે રહેતા રાણા રબારી પાસે ખરીદ્યો હતો, તેમજ અન્ય બેટલેગર ઇમરાન ઉર્ફે બળો સ્મરમીયા સૈયદ રે. તકીયા પાડો ભાણવડવાળાનું નામ ખુલતાં બન્નેને પોલીસ શોધી રહી છે.

દારૂની કાર્યવાહીમાં ભાણવડનાં પીઆઇ વી.કે. કોઠીયા, સ્ટાફનાં કિશોરસિંહ જાડેજા, જીતુભાઇ જામ, દીવ્યરાજસિંહ જાડેજા, વિપુલભાઇ હેરભા, લાલાભાઇ ખાટલીયા, જયદેવસિંહ જાડેજા, નારણભાઇ બેલા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application