BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: મેવાસા ગામની સીમમાંથી ૧૪ ટન વધારાના બોક્સાઇટ સાથે ટ્રક ઝડપાયો

  • November 05, 2026 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: મેવાસા ગામની સીમમાંથી ૧૪ ટન વધારાના બોક્સાઇટ સાથે ટ્રક ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેવાસા ગામની સીમ વિસ્તારમાંથી રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ બોક્સાઇટ ભરી ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતું હોવાનો પર્દાફાશ એલ.સી.બી. પોલીસે કર્યો છે. પોલીસે બાતમીના આધારે એક ટ્રક અટકાવી તપાસ કરતાં તેમાં મંજૂર જથ્થા કરતાં ૧૪ ટન વધુ બોક્સાઇટ ભરેલું હોવાનું સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને પીઠાભાઈ ગોજીયાને બાતમી મળી હતી કે મેવાસા ગામની સીમમાં લીંબડી ગામના દિપકભાઈ મેરામણભાઈ ચાવડા પોતાના સ્ટોકયાર્ડમાંથી ઓછી માત્રાની રોયલ્ટી મેળવી વધુ બોક્સાઇટ ભરી તેનું ગેરકાયદેસર પરિવહન કરી રહ્યા છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરી હતી.

ટ્રકના ચાલકે રજૂ કરેલી રોયલ્ટીમાં ૧૨ ટન બોક્સાઇટનો જથ્થો દર્શાવવામાં આવ્યો હતો. જોકે, ટ્રકનું વજન કરાવતાં તેમાં કુલ ૨૬ ટન બોક્સાઇટ ભરેલું હોવાનું સામે આવ્યું હતું. આમ, રોયલ્ટીમાં દર્શાવેલા જથ્થા કરતાં ૧૪ ટન વધુ બોક્સાઇટનું પરિવહન થતું હોવાનું જણાતાં પોલીસે વધારાના જથ્થા અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ટાટા સિગ્ના ટ્રક નંબર જીજે-૩૭-ટ-૯૨૮૧ ઝડપવામાં આવી હતી.

સમગ્ર કામગીરી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, પી.એસ.આઈ. એસ.વી. કાંબલીયા, હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને પીઠાભાઈ ગોજીયા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application