BREAKING NEWS

જામનગરમાં ચોરાઉ મોટરસાઇકલ સાથે એક તસ્કર ઝડપાયો

  • September 25, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ચોરાઉ મોટરસાઇકલ સાથે એક તસ્કર ઝડપાયો

જામનગર શહેરમાં નોંધાયેલા વણઉકેલાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ચોરીની મોટરસાઇકલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. એલસીબીની ટીમે આરોપી પાસેથી રૂા.૨૦ હજારની કિંમતની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ કબજે કરી છે.

 જામનગર એલસીબી દ્વારા ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજની ચકાસણી તેમજ તકનીકી માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ તલવાડીયા તથા મયુદ્દીનભાઇ સૈયદને મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર શહેરના દિગ્જામ સર્કલ, કોમલનગર અને બાવરીવાસ વિસ્તારમાં રહેતા મનોજ કાલીયાભાઇ સોલંકીને દિગ્જામ સર્કલ નજીકના બ્રિજ નીચેથી ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપીના કબજામાંથી ચોરી કરેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ, કિંમત ૨૦ હજાર, મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો ડિટેક્ટ થયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application