જામનગર: લાખાબાવળમાં મોહરમ નિમિત્તે આશૂરાના દિવસે કોમી એકતાનું અનોખું દૃશ્ય
લાખાબાવળ ગામમાં પવિત્ર મોહરમ માસના આશૂરાના પાવન અવસરે તાજીયાની ઝુલસ કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી.
આ પ્રસંગે હિંદુ અને મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓએ એકસાથે હાજરી આપી હતી. ખાસ કરીને રાજપૂત સમાજ, સાધુ સમાજ તેમજ અન્ય હિંદુ ભાઈઓ દ્વારા ભજીયાની પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રેમ અને સૌહાર્દ સાથે ભાગ લીધો હતો તેમજ દલિત સમાજ દ્વારા આઈસ્ક્રીમ નું આયોજન કરેલ હતું.
કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા રાજપૂત સમાજ તથા અન્ય હિંદુ સમાજના તથા દલિત સમાજ ના આગેવાનો અને ભાઈઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
લાખાબાવળ ગામમાં યોજાયેલો આ કાર્યક્રમ હિંદુ–મુસ્લિમ કોમી એકતા, પરસ્પર સદભાવ, ભાઈચારા અને સામાજિક સૌહાર્દનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો હતો.અલ્લાહ તઆલા સૌના દિલોમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારો કાયમ રાખે.