BREAKING NEWS

જામનગરમાં 108ની એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસૂતિ કરાવાઈ

  • November 27, 2026 10:12 AM 

જામનગરમાં 108ની એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસૂતિ કરાવાઈ

વાડી વિસ્તારમાં રસ્તો ન મળતાં EMT અને પાયલોટે કરાવી ડિલિવરી, માતા અને બાળકને જી.જી. હોસ્પિટલ ખસેડાયા

જામનગરના ઠેબા ચોકડી નજીક અલીબાડા ગામના વાડી વિસ્તારમાં 108ની એમ્બ્યુલન્સમાં જ એક 22 વર્ષીય મહિલાની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, તા. 22 નવેમ્બર 2026ના રોજ સંગીબેન મેઘા નામની 22 વર્ષીય સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમને વાડી વિસ્તારમાં અંદાજે 500 મીટર જેટલો રસ્તો કાચો અને વાહન લઈ જવામાં મુશ્કેલીભર્યો હોવાથી દર્દી સુધી પહોંચવામાં પડકારનો સામનો કરવો પડ્યો હતો.

108ના પાયલોટ ધવલ કંજરીયા અને EMT માનવ નાખાવા સ્થળ પર પહોંચ્યા ત્યારે મહિલામાં પ્રસૂતિનાં લક્ષણો જણાતાં એમ્બ્યુલન્સમાં જ તબીબી માર્ગદર્શન હેઠળ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

EMT દ્વારા જરૂરી તબીબી સારવાર અને સાવચેતી રાખીને મહિલાની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. સવારે 11:20 કલાકે મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકના વાઇટલ પેરામીટર્સ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું.

​​​​​​​પ્રસૂતિ બાદ માતાને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાથી વધુ સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માતા અને નવજાત બાળકને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર કામગીરીમાં 108ની ટીમે સમયસૂચકતા અને તબીબી કુશળતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application