BREAKING NEWS

ધોરાજીમાં યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું: નરાધમે તરછોડી દેતા પીડિતાએ ઝેરી દવા પીધી

  • November 13, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીના સુપેડી ગામે રહેતી 19 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી નરાધમે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. મતલબ પુરો થયા બાદ યુવતીને તરછોડી દીધી હતી. જેથી આઘાતમાં સરી પડેલી યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા મામલો સામે આવ્યો હતો. બનાવને લઇ ધોરાજી તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો.


પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર જામનગરમાં રહેતી પીડિતાની બહેને દુષ્કર્મની ઘટના અંગે ફરિયાદ નોંધાવતા જામનગર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી ટ્રાન્સફર કરતા ધોરાજી તાલુકા પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને જીતેશ ઉર્ફે પારસ બટુકભાઈ સોલંકી(ઉવ 22 રહે. સુપેડી, ધોરાજી)ને સકંજામાં લીધો હતો.


ફરિયાદને ટાંકી પોલીસે આપેલી વિગતો મુજબ, ફરિયાદીની 19 વર્ષીય નાની બહેન ધોરાજીના સુપેડી ગામે વાડી વિસ્તારમાં રહી મજૂરી કરે છે. દિવાળી પર્વની રજા દરમિયાન બહેન જામનગર મુકામે આવી હતી. ત્યારે તેણીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા પરિજનોએ તાત્કાલિક યુવતીને સારવાર અર્થે ખસેડી હતી. બાદમાં બહેને આપઘાતનું પગલું ભરવા પાછળનું કારણ પૂછતાં તેણી રડવા લાગી હતી અને આપવીતી વર્ણવી હતી. પીડિતાએ બહેનને હકીકત જણાવી હતી કે, તેણી સુપેડી ખાતે રહેતી હોય ત્યારે જીતેશ ઉર્ફે પારસ સોલંકી સાથે સંપર્ક થયો હતો. બાદમાં જીતેશે લગ્નનો વાયદો આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. બાદમાં જીતેશે વાડી વિસ્તારમાં અવાર નવાર તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. સમય જતાં યુવતીએ જીતેશને લગ્ન કરવા અંગે કહેતા તેણે લગ્ન કરવાનો ઇન્કાર કરી તેણીને તરછોડી દીધી હતી. જેથી આઘાતમાં સરી પડી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું.


જેથી બહેન સાથે બનેલી ઘટના મામલે મોટી બહેને ફરિયાદ આપતાં જામનગર પોલીસે ગુનો નોંધી ફરિયાદ ઝીરો નંબરથી ધોરાજી તાલુકા પોલીસ મથકે ટ્રાન્સફર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application