જામનગર : પીઆઇટી એનડીપીએસ મુજબ જોડીયાના ચાર શખ્સોની અટકાયત
એસઓજી ટીમ દ્વારા અટક કરીને જુદી જુદી જેલમાં મોકલી આપ્યા
રાજયને નશામુકત કરવાના અભિયાન અંતર્ગત એનડીપીએસ એકટ અંગેના વારંવાર ગુનાઓ કરતા ઇસમો વિરુઘ્ધ પીઆઇટી એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએથી સુચનાઓ આવતા જામનગર એસઓજી ટીમ દ્વારા આ અંગેની દરખાસ્તો કરીને જોડીયા વિસ્તારના ચાર શખ્સોની અટકાયત કરીને રાજયની અલગ અલગ જેલમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા રાજયમાં ગેરકાયદે નાર્કોટીકસના પદાર્થ, કેફી ઔષધો મન પ્રભાવી દ્રવ્યોનો ગેરકાયદે વેપાર, હેરાફેરી વેચાણ અટકાવવા ખાસ સુચના કરેલ હોય અને ગુજરાત રાજયને નશામુકત કરવા અભિયાન હાથ ધરેલ હોય જે અનુસંધાને રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા માદક પદાર્થીના ગેરકાયદે વેચાણ કરતા ઇસમો વિરુઘ્ધ પીઆઇટી, એનડીપીએસ દરખાસ્ત તૈયાર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
જે અન્વયે જામનગર એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ એલ.એમ.ઝેર, પીએસઆઇ એ.વી. ખેર તથા એસઓજી ટીમ દ્વારા એનડીપીએસ એકટ હેઠળના ગુનામા સંડોવાયેલા ઇસમો વિરુઘ્ધ પીઆઇટી એનડીપીએસ એકટ મુજબના જાહેર વ્યવસ્થા, જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મુકવા અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી શકયતા બાબતના સબળ પુરાવાઓ મેળવી આ અંગે દરખાસ્ત તૈયાર કરી એસપી મરફતે સીઆઇડી ક્રાઇમ રાજયના વડા તરફ મોકલી હતી.
પીઆઇટી એનડીપીએસ દરખાસ્ત મંજુર થતા નાર્કોટીકસ સબંધીત હેરાફેરી વેચાણના ગુના આચરતા અટકાવવા માટે એસઓજી દ્વારા જોડીયાના મોટોવાસના ફરીદ બસીર ખોડ, અજીજ મામદ ગાધ, અસગર ગની પલેજા, નુરમામદ ઉર્ફે નુરો સિદીક છરેચા રહે. બધા જોડીયા મોટાવાસ, જામનગરવાળાની અટકાયત કરી અમદાવાદ, વડોદરા, સુરત તેમજ ભુજ મઘ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ કરી હતી.