BREAKING NEWS

ખંભાળીયાના છેલ્લા ૧૩ વર્ષથી અકસ્માતના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી

  • November 05, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયાના છેલ્લા ૧૩ વર્ષથી અકસ્માતના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી

દ્વારકા એસપી જયરાજસિંહ વાળાએ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચન કરેલ જે અન્વયે એલસીબી ઇનચાર્જ પીઆઇ એન.એચ.જોશીની સુચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઇ બીએમ દેવમુરારી તથા ટીમના માણસો સાથે ઉપરોકત બાબતે ટેકનીલ લેવલ અને હ્યુમન સોર્સીંગથી વર્કઆઉટમાં હતા.
​​​​​​​
દ્વારકા જિલ્લાનાં અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા ગુજરાત રાજય બહારના આરોપીઓને શોધી કાઢવા પીએસઆઇ યુ.કે. જાદવ, ખંભાળીયા તથા એલસીબીના પીએસઆઇ મસરીભાઇ ભારવાડીયા, અરજણભાઇ મારુ, જેસલસીંહ જાડેજા, દિનેશભાઇ માડમ તથા હેડ. કો. લાખાભાઇ પીંડારીયા તેમજ ખંભાળીયાના હેડ કો. જેઠાભાઇ પરમાર, મઘ્યપ્રદેશ રાજય ખાતે તપાસમાં ગયેલ હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બદ્રીનાથ, સિદ્ધનાથ સાહુ (રહે.ખંટેલી ગામ મઘ્યપ્રદેશ) નામના આરોપીને ગુનાના કામે મઘ્યપ્રદેશ રાજયના સીધી જિલ્લાના ખુંટેલી ગામ ખાતેથી શોધી કાઢી પીએસઆઇ યુ.કે. જાદવે આગળની કાર્યવાહી અર્થે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application