BREAKING NEWS

જામનગર: ઈકોફેન્ડલી ગણેશ મૂર્તિના અભિયાનને સાંપડી ધારી સફળતા: જીતુભાઈ લાલ

  • September 11, 2026 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ઈકોફેન્ડલી ગણેશ મૂર્તિના અભિયાનને સાંપડી ધારી સફળતા: જીતુભાઈ લાલ

શહેરના ગણેશ પંડાલના સંચાલકો સાથે બેઠક મળી

ગણેશોત્સવ દરમીયાન પર્યાવરણને નુકશાન થતું અટકાવવા લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા સતત ૧૦ વર્ષથી પ્રત્યનો

છોટી કાશી જામનગરમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને થતું નુકશાન અટકાવવા માટે માટીની-ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું સ્થાપન થાય તે માટે શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ૧૦ વર્ષથી ચલાવેલા અભિયાનને ધારી સફળતા સાંપડી છે.
શહેરમાં છેલ્લા ૧૦ વર્ષથી ગણેશોત્સવની ઉજવણી પૂર્વે શ્રી એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણને બચાવવા માટે ચલાવાતા અભિયાન અંતગર્ત ગણેશ પંડાલના સંચાલકોની મીટીંગનું આયોજન કરી પર્યાવરણ પ્રત્યે વિગરૂકતા ફેલાય અને પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓના સ્થાને ઈકોફેન્ડલી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે તે માટેના સતત પ્રયાસો હાથ ધરાયા હતા.

આ વર્ષે પણ ગણેશોત્સવ પહેલા શહેરના ગણપતિ પંડાલોના સંચાલકો તેમજ મૂર્તિકારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લાલ પરિવારના બન્ને ટ્રસ્ટના ટ્રસ્ટી  જીતુભાઈ લાલે આનંદ વ્યકત કરતાં કહ્યું હતું કે, જામનગર શહેરમાં ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિના ઉપયોગ માટેના અમારા અભિયાનને ગણેશ પંડાલોના સંચાલકો અને મૂર્તિકારોએ જબ્બર પ્રતિસાદ આપ્યો છે, જેના પગલે જામનગર શહેરમાં ગણેશોત્સવ માટે ઉપયોગમાં લેવાતી ગણેશજીની મૂર્તિઓ ૯૦ ટકાથી પણ વધુ ઈકોફેન્ડલી મૂર્તિઓ હોય છે.  શહેરના નાગરિકો અને ગણેશ ભક્તોની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના કારણે આ અભિયાન સફળતા મળેલ તે માટે સબંધિત તમામ લોકોનો જીતુભાઈ લાલે આભાર વ્યકત કર્યો હતો.

આ સાથે જ તેઓએ કહ્યું હતું કે, હવે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનો ઉપયોગ કરતા ગણેશ ભક્તોની જાણ થશે તો તેને વ્યક્તિગત રીતે  અંગત રીતે ઈકોફેન્ડલી મૂર્તિ માટે સમજાવવા પ્રયાસો કરીશું. આ બેઠકમાં શહેરના જુદા જુદા વિસ્તારોના નાના-મોટા ગણેશોત્સવના આયોજકો તેમજ ઈકોફેન્ડલી મૂર્તિઓનું નિમાર્ણકાર્ય કરતા મૂર્તિકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application