BREAKING NEWS

રાજકોટ પોલીસે ડ્રગ્સ પેડલર એડિક્ટની માહિતી આપવા ક્યુઆર કોડ જાહેર કર્યો, એન્ટી નાર્કોટીકસ વિંગ્સની રચના પણ કરાઇ

  • September 11, 2026 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરને ડ્રગ્સ સહિતના દુષણથી મુકત કરવાની દિશામાં પોલીસે સરહાનીય પહેલ શરૂ કરી છે. ડ્રગ્સ પેડલર અને એડિકટની માહિતી આપવા માટે પોલીસે કયુઆર કોડ જાહેર કર્યો છે. જેમાં લોકો નિર્ભય બની ડ્રગ્સની બદી દૂર કરવામાં પોલીસને મદદરૂપ થઇ શકશે, કેમ કે, આ ઝુંબેશમાં જોડાનાર લોકોના નામ, મોબાઈલ નંબરની પોલીસને પણ નહીં ખબર પડે તે રીતે આખી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. સાથોસાથ પોલીસ દ્વારા ખાસ એન્ટી નાર્કોટીકસ વિંગ્સની પણ રચના કરવામાં આવી છે.


શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બી.બી. બસીયા દ્વારા ડ્રગ્સના દુષણથી શહેરને મુકત કરવા માટે કાર્યવાહી કરવાની સુચનના પગલે ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ એસઓજી પીઆઈ એન.બી. ચૌધરી અને તેમની ટીમ દ્વારા સતત અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અને જનભાગીદારી અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. ડ્રગ્સની હેરફેર, વેચાણ કે અન્ય કોઈ પણ ગેરકાયદેસર ડ્રગ્સ પ્રવૃત્તિ અંગેની માહિતી સામાન્ય નાગરિકો પોલીસ સુધી સરળતાથી અને ઝડપથી પહોંચાડી શકે તે હેતુથી એક ખાસ કયુઆર કોડ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાજકોટ શહેરના જાગૃત નાગરિકો પોતાના મોબાઈલથી આ કયુઆર કોડ સ્કેન કરીને ડ્રગ્સ સંબંધિત કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી સીધી પોલીસને સબમિટ કરી શકશે.

આ અભિયાનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોલીસ પ્રશાસન દ્વારા સ્પષ્ટ ખાતરી આપવામાં આવી છે કે ડ્રગ્સ વેચાણ, સંગ્રહ કે નશાકારક પ્રવૃત્તિઓની માહિતી આપનાર કોઈપણ નાગરિકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

વધુમાં એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલીસને બાતમી આપવી તે એક લોકોમાં ભય રહેલ હતો. જેથી એસઓજીની ટીમે ખાસ અલગ ટેકનોલોજીથી જ સિસ્ટમ ડેવલોપ કરી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સ અંગેની માહિતી આપશે તો તેનું નામ, મોબાઈલ નંબર, ઇમેલ આઇડી સહિતની કોઈપણ વસ્તુ અંગે પોલીસને પણ જાણ નહીં થાય.

એસઓજીની સમાંતર એક નવી એન્ટી નાર્કોટિક્સ વિંગ્સની પણ રચના કરવામાં આવી છે. ટીમની કમાન પીઆઈ બી.બી. જાડેજાને સોંપવામાં આવી છે. તેમની આગેવાની હેઠળ આઠ પોલીસ જવાનોની એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ સંપૂર્ણપણે ડ્રગ્સના કેસો પર જ કેન્દ્રિત રહેશે. તેઓ સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક મજબૂત કરીને, ડ્રગ્સ સપ્લાય કરનારા મુખ્ય નેટવર્ક સુધી પહોંચવા માટે રાત-દિવસ કામ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News