BREAKING NEWS

ખંભાળિયા નજીક હાઈવે પર બાઈક આડે ખૂંટિયો ઉતરતા અકસ્માતમાં આધેડનું મૃત્યુ

  • May 28, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા નજીક હાઈવે પર બાઈક આડે ખૂંટિયો ઉતરતા અકસ્માતમાં આધેડનું મૃત્યુ

સારવારમાં દમ તોડયો : પરિવારમાં શોકની લાગણી : રખડતા ઢોરના કારણે સર્જાયો વધુ એક ગંભીર અકસ્માત

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પાંચવાડી ખાતે રહેતા રવજીભાઈ વશરામભાઈ નકુમ નામના ૫૨ વર્ષના આધેડ ગત તા. ૫ મે ના રોજ પોતાના જી.જે. ૧૦ એ.જી. ૮૪૨૦ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા - દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે ૮ કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી આદર્શ સ્કૂલ પાસે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક ખૂંટિયો ઉતરી આવ્યો હતો. જેના કારણે રવજીભાઈ નકુમનું મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું.
આ પછી તેમનું મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાઈ પડતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર મેહુલભાઈ રવજીભાઈ નકુમએ અહીંની પોલીસને કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News