જામનગર: સાત રસ્તા ઓવરબ્રિજ પર હત્યાની કોશિશ-એટ્રોસિટીના ગુનામાં બે આરોપી જેલહવાલે
જામનગરમાં સાત રસ્તા ઓવરબ્રિજ ઉપર તા.૨૦ ઓગસ્ટના રોજ થયેલી હત્યાની કોશિશ તથા એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને જામનગર એલ.સી.બી.ની ટીમે તા.૩૦ ઓગસ્ટના રોજ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા બાદ અદાલતના આદેશથી બંનેને જેલહવાલે કરવામાં આવ્યા છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના મુજબ જામનગર જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના મારામારી તથા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમે કાર્યવાહી કરી હતી.
આ બનાવ અંગે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.૨૦/૦૮/૨૦૨૬ના રોજ હત્યાની કોશિશ તથા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ હાજી હમીર ખફી ઉર્ફે લાબો, શીવરાજસિંહ જાડેજા તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
ગુનાના આરોપીઓ નાસતા ફરતા હોવાથી જામનગર એલ.સી.બી.ના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન તા.૩૦/૦૮/૨૦૨૬ના રોજ હાજીભાઈ હમીરભાઈ ખફી સુમરા, રહે. મસીતીયા ગામ, હુશેની ચોક, ખફી મસ્જિદવાળી શેરી, જામનગર તથા તથા શિવરાજસિંહ ઉર્ફે શીવો નરેન્દ્રસિંહ જાડેજા દરબાર, રહે. શંકર ટેકરી, રામનગર, પ્રજાપતિની વાડી સામે, નંદા મોબાઇલની બાજુમાં, જામનગર બંનેને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધા હતા.
બંને આરોપીઓને ઉપરોક્ત ગુનાની તપાસ કરનાર નાયબ પોલીસ અધિક્ષક, જામનગર શહેર વિભાગ સમક્ષ રજૂ કરી સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓની ધોરણસર ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંને આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application