BREAKING NEWS

રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ ઉમેરાયો

  • September 01, 2026 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​મુસાફરોની સગવડ માટે રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ અને સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

​વધુ માહિતી આપતા રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (સીનિયર ડીસીએમ) સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ તથા ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવ્યો છે. આ ટ્રેનમાં હવે કુલ 20 એલએચબી (LHB) કોચ હશે, જેમાં 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 6 સ્લીપર, 4 જનરલ કોચ, 1 લગેજ વેન અને 1 જનરેટર વેન સામેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application