જામનગર: લાંચ કેસમાં સિકકા પીજીવીસીએલના નાયબ ઈજનેર-લાઇનમેનના જામીન મંજુર
સિનિયર વકીલ વી.એચ. કનારાની રજુઆતો બાદ હાઇકોર્ટનો હુકમ
નાની ખાવડી રહેતા જીતેન્દ્રસિંહ તેજપાલસિંહ ચુડાસમા મોટી ખાવડી મુકામે ૬૪ રૂમનું ગેસ્ટ હાઉસ ચલાવતા હોય રૂમમાં એર ક્ધડીશન ફીટ કરતા ૭૫. કે.વી ની કેપેસીટી વાળુ નવુ વીજ-જોડાણ જરૂરી બનેલું આ વીજ-જોડાણ મેળવવા ફરીયાદીએ ૧,૦૬,૦૬૮ચાર્જ પેટે ભરેલા આમ છતા પી.જી.વી.સી.એલની કચેરી, સાપર ખાતે રજુઆત કરવા છતા કનેકશન મળતુ ન હતુ આથી પી.જી.વી.સી.એલની કચેરીના હેલ્પર મનોજભાઈ પ્રજાપતીનો સંપર્ક કરતા તેણે પી.જી.વી.સી.એલના કલાસ-વન અધિકારી અને નાયબ ઈજનેર ઋષી દિનેશચંદ્ર પરમારને મળવા જણાવેલુ, તેઓએ વહીવટ કરવો પડશે તેમ કહી મનોજ સાથે વાત કરવા જણાવેલ હતુ.
આ બાબતે ફરીયાદીને મોબાઈલ ફોન પર મનોજ પ્રજાપતી અને ઋષી પરમાર સાથે વાત-ચીત કરતા ૮૦,૦૦૦નો વહીવટ કરવા જણાવેલુ અને રેર્કોડીંગ કરેલુ બાદમાં તારીખ ૧૭/૦૬/૨૦૨૬ ના રોજ જામનગરના એ.સી.બી. કચેરીના પોલીસ ઇન્સ્પેકટર એ.આર ગોહીલ રૂબરૂ ફરીયાદ આપેલી. આ ઘટના અંગે પી. આઈ. ગોહીલે છટકુ ગોઠવી રેડીંગ પાર્ટીના સભ્ય સાથે આરોપી નં. ૧ ની કચેરીએ જવા નિકળેલ બાદમાં રસ્તામાં ફોન પર વાત-ચીત કરતા આરોપી નં. ૨ મનોજ પ્રજાપતીએ ખંભાળીયા રોડ પર નાગાર્જુન પેટ્રોલપંપ પાસે મળવા જણાવેલ જયાં ગોઠવેલ છટકામાં નાયબ ઈજનેર ઋષિ પરમાર વતી ૮૦,૦૦૦ની લાંચની રકમ સ્વિકારતા મનોજ પ્રજાપતી રંગે હાથ પકડાઈ ગયેલા. બાદમાં આરોપી નં. ૧ ને તેની કચેરી માંથી પકડી લેવામાં આવેલ અને બન્ને આરોપીઓની ધરપકડ ક૨વામાં આવેલી બન્ને આરોપીઓને જામનગર સેસન્સ અદાલતમાં કરેલ જામીન અરજી રદ થતા વકીલ વી.એચ.કનારા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલી.
સરકાર તરફે રજુઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ સામે ગુનાની તપાસ ચાલુ છે આ સંજોગોમાં ચાલુ તપાસે આરોપીઓને જામીન પર મુક્ત કરવાથી તપાસને હાની થાય તેમ છે આરોપી તરફે રજુઆત કરવામાં આવી હતી કે, બન્ને આરોપીઓ સરકારી નોકર છે. સુધારેલા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમની કલમ ૧૩ તળે અપરાધ બનતો નથી લાંચની માંગણી કે સ્વીકારમાં માત્ર કલમ ૭ તળે ગુનો બને છે જેમા મહતમ સજાની જોગવાઈ ૭ વર્ષની છે સુપ્રિમ કોર્ટે સતેન્દ્રકુમાર એન્ટીલના કેસમાં ઠરાવ્યા અનુસાર આરોપી સામેનો અપરાધ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપી નિદોર્ષ હોવાનુ અનુમાન કરવાનુ રહે છે.
આરોપી ગુનાહિત પુર્વ-ઈતિહાસ ધરાવતો ન હોય જામીનપર મુક્ત કરવો જોઈએ. ઉભયપક્ષની રજુઆતો બાદ ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ એચ.ડી. સુથારએ બન્ને આરોપીઓને જામીન પર મુકત કરવા હુકમ કરેલ છે. આરોપી તરફે વકીલ વી.એચ. કનારા રોકાયા છે.