BREAKING NEWS

જામનગર શહેરમાં અધધધ..૨૮૯ ઇમારત ભયજનક..!

  • August 07, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં અધધધ..૨૮૯ ઇમારત ભયજનક..!

સળગતી સમસ્યા: શહેરમાં સર્વે કરી ૩૫૩ જર્જરીત બાંધકામને નોટીસ, ૫૬ બાંધકામનું ડીમોલીશન કરવામાં આવ્યું 

૧૭ બાંધકામના માલીક,વપરાશકર્તા દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું: અતિ જર્જરીત ૬ બાંધકામના નળજોડાણ રદ કરવામાં આવ્યા 

જામનગર શહેરમાં અધધ..૨૮૯ ઇમારત ભયજનક હાલતમાં હોવાનું મનપાના ચોપડે નોંધાતા અકસ્માતનું જોખમ ઝંળુબી રહ્યું છે. શહેરમાં મહાનગરપાલીકાએ સર્વે કરી ૩૫૩ જર્જરીત બાંધકામને નોટીસ ફટકારી છે. જે પૈકી ૫૬ બાંધકામનું ડીમોલીશન કરવામાં આવ્યું છે. ૧૭ બાંધકાના માલીક,વપરાશકર્તા દ્વારા જર્જરીત ભાગનું રીપેરીંગ કરવામાં આવ્યું છે. અતિ જર્જરીત ૬ બાંધકામના નળજોડાણ રદ કરવામાં આવ્યા છે. 

જામનગરમાં ખાસ કરીને શહેરના જૂના વિસ્તારોમાં કે જયાં વર્ષો જુની ઇમારતો અને બાંધકામ થયેલા છે તે એરિયામાં જર્જરીત ઇમારતની સમસ્યા વધુ છે. જૂની ખખડધજ ઇમારતોના અમુક ભાગ ધરાશાયી થવાના બનાવ છાશવારે બને છે. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં ભારે વરસાદમાં આ પ્રકારની દુઘર્ટનાના કિસ્સા વધુ   બને છે. આથી મહાનગરપાલીકા દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રી-મોન્સુન કામગીરી અંતર્ગત શહેરમાં જર્જરીત ઇમારતોનો સર્વે કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ મનપાએ આ સર્વે કરી જર્જરીત ઇમારતો અને બાંધકામના માલીક, વપરાશકર્તાને નિયમ મુજબ નોટીસ ફટકારી છે. જેમાં જર્જરીત ઇમારત-બાંધકાનને કારણે કોઇ અકસ્માત ન થાય તે માટે સેઇફ સ્ટેજે લઇ જવા સૂચના આપવામાં આવી છે. અત્રે નોેંધનીય છે કે, આ પ્રકારની નોટીસ દર વર્ષે ચોમાસા પૂર્વે સર્વે કરી મહાનગરપાલીકા દ્રારા જર્જરીત ઇમારતોને ફટકારી મોટાભાગના કિસ્સાઓમાં સંતોષ માની લે છે. બીજી બાજુ ખખડધજ ઇમારતો અને બાંધકામને નોટીસ ફટકારે છે તે પૈકી મોટાભાગના કિસ્સાઓમાં માલીક અને વપરાશકર્તા સેઇફ સ્ટેજે લઇ જવા એટલેકે સમારકામની દરકાર લેતા નથી. આ કારણોસર અકસ્માતનું જોખમ સતત ઝંળુબી રહ્યું છે. 

શહેરમાં ગત વર્ષથી અત્યાર સુધીમાં મનપા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કુલ ૩૫૩ જર્જરીત બાંધકામને નોટીસ ફટકારવામાં આવી છે. જયારે કુલ ૫૬ બાંધકામનું ડીમોલીશન એટલે કે તોડી પાડવામાં આવ્યા છે. તદઉપરાંત ૧૭ બાંધકામના માલીક,વપરાશકર્તા દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યાનું તો અતિ જર્જરીત જેવી કે મીરા એપાર્ટમેન્ટ, ઓધવરામ એપાર્ટમેન્ટ, જાસોલીયા એપાર્ટમેન્ટ સહીત ૬ બાંધકામના નળજોડાણ રદ કરવામાં આવ્યા છે. મહાનગરપાલીકાના ચોપડે કુલ ૨૮૯ ભયજનક ઇમારતો નોંધાયેલી છે. જેમાં બેડેશ્ર્વરમાં ડોન ઇન્ડ.પહેલા, બેડીમાં રીંગ રોડ સર્કલ પાસે, સશસ્ત્ર સીમાબળનું ગ્રાઉન્ડ ફલોર પ્લસ ૩ માળનું બાંધકામ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર જેઠવા શેરીમાં બે બ્લોક, ભકિતનગર વોરા બીલ્ડીંગ, લાખાણી શેરી નં.૨ મા મકાન, ગોવાળની મસ્જીદ પાસે પંચશીલ, મંગલબાગ શેરી નં.૨ માંં  ઇમારત, સુપર માર્કેટ પાસે આવેલી ઇમારત, દરબારગઢ પાસે કોટવાળ ફળીમાં ઇમારત, ગ્રેઇન માર્કેટ ત્રણ દરવાજા પાસેની ઇમારત, નદીપા મેઇન રોડ, મનુ માર્કેટ, ધનબાઇ ડેલા ચારણ ફળી, ગીરધારી મંદીર પાસે સુભાષ શાક માર્કેટ, ખારવા ચકલો, સેન્ટ્રલ બેંક પાસે કોઠારી મેન્શન, દરબાર ગઢ સ્ટીમરવાળી ડેલી, ખોજાગેઇટ ચાકીવાડમાં આવેલી ઇમારતનો સમાવેશ થાય છે. 

તદઉપરાંત મટન માર્કેટ પાસે આવેલા મન્નત કોમ્પલેકસ, બર્ધન ચોક પારેખ પ્રીન્ટીંગ પ્રેસ, ગોલારાણાનો ડેલોમાં, કસાઇ ખાના પાસેની, કીશાનચોક મેઇન રોડ, નાગરપરા મેઇન રોડ અને શેરી નં.૧ તથા ૨, કીશાન ચોક, દીગ્વિજય પ્લોટ, નાગેશ્ર્વર કોલોની, સેન્ટ્રલ બેંક રોડ, જુમા મસ્જીદ પાછળ, નદીપા રોડ, બેડી રીંગ રોડ, આનંદ કોલોની, વાલસુરા રોડ, ધનબાઇ ડેલો, હવાઇ ચોક પાસે, મુલ્લા મેડી રોડ, મઠફળી ખારવા ચકલા પાસે, કાંબયફળી, માંડવી ટાવર પાસે, કે.વી.રોડ, પઠાણનો ડેલો, કડીયાવાડ, નદીપા રોડ, દાજી બાપુની શેરી, ભોયવાડો, ગુજરાત હાઉસીંગ બોર્ડ, વુલનમીલ શાળા પાસે, ખોજાવાડ, ખારી કુઇ શેરી, ભટ્ટ ફળી, જલાની જાર, નાગનાથ ચોકડી, તંબોલી માર્કેટ પાસે, રણજીત રોડ, મેહુલનગર મેઇન રોડ, પંચવટી, મુલ્લા મેડી રોડ, લક્ષ્મી એપા., ગાયત્રી સ્કૂલ નજીક, મલનો ડેલો, આંબલી ફળી, વંડાફળી, સાટીવાડ, દેવબાગ શેરી,બર્ધન ચોક, રામેશ્ર્વર નગર, સૈફીનો ઢાળીયો, મચ્છર નગર ગુજરાત હાઉસીંગ બોર્ડના કર્વાટર, કામદાર ડેલો, મોટુ ફળી, કેનાલ રોડ, પટેલ કોલોની શેરી નં.૯, પટણીવાડ, મણીયાર શેરી, હજામ ફળી, રજપૂત પરા શેરી નં.૨, ધણશેરીની ખાડ, ચોકસીફળી, ખોડીયાર કોલોની, એરોડ્રામ રોડ, રડાર રોડ, રણજીત રોડ, કે.પી.શાહની વાડી પાસે, પાઠકફળી, આણદાબાવાનો ચકલો, રતનબાઇની મસ્જીદ પાસે, પવનચકકી, ઓઝાના ડેલા પાસે, ભાટની આંબલી, સવાભાઇની શેરી, ગોરીફળી, નાગનાથ ગેઇટ, બાજરીયા ફળી, કલ્યાણજી ચોક,મોટુેફળી, વાઘેરવાડો, ભંગારબજાર રોડ, આરટી જાડેજા એસ્ટેટ, બારદાન વાલા રોડ વિસ્તારમાં આવેલી અમુક ઇમારતનો સમાવેશ થાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application