દ્વારકા: કલા મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુકો તા.૩૦ ઓગસ્ટ સુધી અરજી કરાશે
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્રારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત કલા મહાકુંભ આગામી સમયમાં યોજાનાર છે. કલા મહાકુંભમાં ભાગ લેવા માટેના રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની તારીખ તા.૧૦/૦૭/૨૦૨૬થી તા.૦૫/૦૮/૨૦૨૬ સુધી રાખવામાં આવેલ હતી. જેની મુદતમાં વધારો કરીને રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ તા.૩૦/૦૮/૨૦૨૬ સુધી લંબાવવામાં આવેલ છે.
ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ. સ્પર્ધક તથા સહાયકની આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા:૩૦/૦૮/૨૦૨૬ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી રૂમ નં.ઈ-૧/૨,અને ઈ-૧/૪, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળિયા ખાતે જમા કરવાના રહેશે. તા.૩૦/૦૮/૨૦૨૬ પછી આવનાર ફોર્મ તથા અધૂરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીતેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.