BREAKING NEWS

જામનગરમાં વિદેશી દારૂ-બિયરના જંગી જથ્થા પર બુલડોઝર

  • October 27, 2026 03:07 PM 

જામનગરમાં વિદેશી દારૂ-બિયરના જંગી જથ્થા પર બુલડોઝર


​​​​​​​જામનગર શહેર પોલીસ દ્વારા વિવિધ કેસોમાં જપ્ત કરવામાં આવેલા દારૂ અને બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. શહેરના એ-ડિવિઝન, બી-ડિવિઝન અને સીટી-સી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી દારૂ-બીયરની અંદાજે ૧૭ હજારથી વધુ બોટલોનો આરટીઓ નજીક આવેલી સરકારી ખરાબાની જમીન પર નિકાલ કરવામાં આવ્યો હતો. નાશ કરવામાં આવેલા દારૂ અને બીયરની બોટલોની અંદાજિત કિંમત ૭૫ લાખ રૂ​​​​​​​પિયાથી વધુ હોવાનું જણાવાયું છે. જામનગરના સીટી-એ ડિવિઝન દ્વારા ગત વર્ષોમાં કુલ ૧૫૧ કેસમાં જપ્ત કરેલ ઇંગ્લીશ દારૂ​​​​​​​ની ૧૮૯૦ બોટલ, ૪૯૭૮ ચપલા, ૧૬૮ બિયરના ટીન મળીને કુલ ૭૦૭૬ નંગ જેની અંદાજે કિ. ૨૭.૨૯.૪૯૭ તેમજ બી-ડિવિઝન હેઠળ જપ્ત કરેલી અંદાજે ૬૫૦૦ જેટલી બોટલો જેની કિ. ૩૩ લાખ જેટલી થાય છે અને સીટી-સી ડીવીઝન પોલીસ હેઠળ ગત વર્ષોમાં કબ્જે કરેલ ૧૯૨૮ બોટલ, ૧૬૫૬ ચપલા, ૧૦૨ બિયર મળી કુલ ૩૬૮૬ નંગ બોટલો જેની અંદાજે કિ. ૧૪.૩૮.૭૮૭નો મુદામાલ આજરોજ નાશ કરવા એરપોર્ટ નજીક કાર્યવાહી હાથ ધરી હતી.

 આ ત્રણેય ડીવીઝનની અંદાજે બોટલોની કિંમત ૭૫ લાખ જેવી થવા જાય છે. આ કાર્યવાહી વેળાએ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુધીર બારડ તેમજ સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સીટી-એ ડીવીઝન પીઆઇ ડોડીયા, પીઆઇ ડાભી નશાબંધી વિભાગના અધિકારી વાળા, પીએસઆઇ, સ્ટાફ સહિતના ઉપસ્થીત રહયા હતા. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શરાબના જથ્થાનો નાશ કરવા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એરપોર્ટ નજીકના ખરાબામાં બે કરોડની કિંમતનો શરાબ-બિયરનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો અને ગણતરીના દિવસોમાં ફરી એકવાર શહેર પોલીસ દ્વારા કબ્જે કરાયેલો જથ્થો નાશ કરવાની કાર્યવાહી કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News