રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે કાલાવડ રોડના ધ વ્હાઇટ ફ્યુમ્સ કાફેમાંથી મંચુરિયન સહિત ૩૧ કિલો વાસી જથ્થાનો નાશ કર્યો હોવાનું જાહેર કર્યું હતું.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ધ વ્હાઈટ ફ્યુમ્સ કાફે, રાધે ક્રિષ્ના પાર્ક -૧, ભગીરથ ગ્રેનાઇટ પાસે, કાલાવડ રોડ, રાજકોટ. હાઈજેનિક કન્ડિશન બાબતે નોટીસ આપેલ તેમજ એક્સપાયરી બેકરી પ્રોડક્ટસ, પ્રીપેડ વાસી ફૂડની આઈટમ, પડતર લોટ, કાપેલા પડતર શાકભાજી, એક્સપાયરી પિઝા બેઝ, તથા સ્પાઇસીસ, વાસી નુડલ્સ અને મંચુરિયનનો કુલ મળી અંદાજિત ૩૧ કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ ઉપર નાશ કરેલ તથા રૂ.બે હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
માં વૈષ્ણવી કેળાં વેફર, પરાબજાર, ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ પાસેને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ વપરાશમાં લેવા માટે રાખેલ અંદાજિત ૧૦ કિલો દાજિયા તેલનો નાશ કરી રૂ.૫૦૦નો દંડ વસુલ કર્યો હતો.
ભરત ફરસાણ (ગૃહ ઉદ્યોગ), કોટક શેરી, સાંગણવા ચોકને હાઇજિન તથા ટેકનિકલ પર્સન બાબતે નોટિસ આપેલ તેમજ સેવ હળદર પાવડર, બેસનના નમૂના લેવામાં આવ્યા હતા.
કેફેટો રેસ્ટોરન્ટ, લાભ એન્ક્લેવ, ફર્સ્ટ ફ્લોર, નવજીવન કો.ઓ. હા. સોસાયટી, કિશાનપરા ચોકને હાઇજિન બાબતે નોટિસ આપેલ તેમજ ગોપી બ્રાન્ડ મલાઈ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો.
જે.ડી. એન્ટરપ્રાઇઝ, યોગી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ ખાતેથી બેઈલી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના એક લીટર પેકિંગનો નમૂનો લેવામાં આવ્યો હતો.