રાજકોટ શહેરના વિરાણી આઘાત ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની સાત વર્ષની માસુમ પુત્રી સીડીએથી પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં કલ્પાત સર્જાયો હતો.
બનાનવની પ્રાપ્ત વિગત મુજબ વિરાણી અઘાટમાં આવેલા કારખાનામાં કામ કરતા મૂળ યુપીના રામબાબુ મહંતોની સાત વર્ષની પુત્રી પીન્કી ગઈકાલે ઘર પાસે રમતા રમતા સીડી ચડી જતા ત્યાંથી પટકાઈ હતી આ જોતા માતા પિતા દોડી ગયા હતા. બાળકીને માથામાં ઈજાઓ થવાથી તાકીદે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.