BREAKING NEWS

જુસ્સો ભેગો થાય એટલે ફાયરિંગ કરી મારી નાખવો છે: રાજકોટમાં ઓડિયા ગેંગની રેસ્ટોરેન્ટ સંચાલકને ધમકી

  • October 27, 2026 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતા રેસ્ટોરેન્ટ સંચાલકને કુખ્યાત ઓડિયા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે શખસોએ ફોન કરી ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી બંનેને ઝડપી લીધા હતા.


ન્યુ થોરાળાની રામનગર સોસાયટી શેરી નં.-2 માં રહેતા 49 વર્ષીય પ્રૌઢ જુસબભાઇ ઉર્ફે જુસો આમદભાઈ ઘુઘાએ આરોપી તરીકે અવેશ ઉર્ફે અવલો ઓડિયા, અબ્દુલ દલ(રહે. નવા થોરાળા, રાજકોટ)નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગંજીવાડાના નાકા પાસે જે.ડી.રેસ્ટોરંટ ધરાવી વેપાર કરે છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા-૨૫/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રીના આઠ વાગ્યે તે તથા તેનો મિત્ર આરીફભાઇ પઠાણ બંન્ને રેસ્ટોરંટ પાસે ઉભા હતા. દરમિયાન એક્સેસ મોટરસાયકલમાં અરબાજ રાઉમા તથા અવેશ ઉર્ફે અવલો ઓડીયા ત્યાંથી નિકળેલ હતા અને સામે જોઇ કાતર મારીને જતા રહ્યા હતા. 15 મિનિટ પછી અબ્દુલ દલે તેના મોબાઈલ નંબર પરથી ફરિયાદીના મિત્ર આરીફભાઈ પઠાણને ફોન કર્યો હતો. જેથી મિત્રએ ફોન ઉપાડી સ્પીકરમાં મુક્યો હતો. સામેથી અબ્દુલ દલે ફોનમા કહેલ કે, જુસ્સો ક્યા છે? દરમિયાન અવેશ ઉર્ફે અવલો ઓડીયા પણ ફોનમા બોલવા લાગેલ હતો. બંને શખસો કહેવા લાગ્યા હતા કે, જુસ્સો ભેગો થાય એટલે તેના ઉપર ફાયરીંગ કરવુ છે તેમ કહીને મને મારી નાખવાની ધમકી આપી હતી.


ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, નવ મહીના ૫હેલા થોરાળા વિસ્તારની ઓડીયા ગેંગના સાગરીતો ઉપર થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુન્હો દાખલ થયેલ હોય જે બાબતે મે અરજી આપેલ હોય જેનો ખાર રાખી અવેશ ઉર્ફે અવલો ઓડીયા અને અબ્દુલ દલએ ફોન કરી ખૂનની ધમકી આપી હતી. જેથી મામલામાં થોરાળા પોલીસે ગુનો નોંધી બંને શખ્સોની ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News