BREAKING NEWS

ચાઈનીઝ ફૂડ ખાતા ચેતજો: હોજરીમાં હજમ ન થાય તેવા 800 કિલો હક્કા નૂડલ્સનો નાશ, રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા

  • October 27, 2026 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચાઇનીઝ ફૂડ ખાનારાઓએ ચેતવા જેવા સમાચાર છે, રાજકોટમાં વાસી નૂડલ્સનું બેફામ વેંચાણ થઈ રહ્યું છે, હોજરીમાં હજમ ન થાય તેવા વાસી હક્કા નૂડલ્સનો ૮૦૦ કિલો જથ્થો જપ્ત કરી મહાનગરપાલિકા દ્વારા તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે,

ભારતી ફૂડ્સ એન્ડ બેવરેજીસ (ઉત્પાદક પેઢી): યોગી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, પ્લોટ નં.૪૬, ઉદ્યોગ ઝોન, વોરા સોસાયટી સામે, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે ચેકીંગ કરતા વાસી/પડતર નૂડલ્સનો અંદાજિત ૮૦૦ કિલો જથ્થો મળ્યો હતો, જે બિલકુલ ખાવાલાયક ન હોય તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ તે જથ્થામાંથી સેમ્પલ લઈને પેઢીને અન્હાઇજિનિક કન્ડીશનમાં જથ્થો રાખવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી.

વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે આરોગ્ય શાખા-ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૩૦ પેઢીની તપાસ કરવામાં આવેલ. તપાસ દરમિયાન મળી આવેલ કુલ ૮૪૧ કિલો અખાદ્ય, વાસી, પડતર, એક્સપાયર્ડ જથ્થાનો નાશ કરવામાં આવેલ. જે પૈકી કુલ પાંચ પેઢીને સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કુલ રૂ.૧૨,૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કુલ છ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News