જામનગર: ચેમ્બર હોલ-તળાવની પાળે અવેરનેશ સેમીનાર
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા એસપી ડો. રવિ મોહન સૈનીએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનું આયોજન તા. ૨૪-૫ના રોજ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ધિભાઇ અંબાણી હોલ જામનગર ખાતે કરવામાં આવેલ આ કાર્યક્રમનું સફળ આયોજન પીઆઇ એન.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ કરાયુ હતું.
આ સેમીનારમાં ચૈમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે ૬૦ જેટલા ભારતીય સિંધુ સભા સમિતિના સભ્યોને વિવિધ પ્રકારના સયાબર ક્રાઇમ જેવા કે વીશીંગ કોલ, ફીશીંગ કોલો, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ વિગેરે ફ્રોડ વિશે માહીતગાર કરી તથા તેમાથી બચવાના ઉપાયો અંગેની ચર્ચા તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગરની વોટસઅપ ચેનલ પર જોડાવાનો અનુરોધ કરવામાં આવે આ કાર્યક્રમનું પ્રેઝન્ટેશન પોલીસ હેડ કોન્સ કુલદીપસિંહ જાડેજાએ કર્યુ હતું.
આ ઉપરાંત તા. ૨૩ના રોજ સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ તથા એસઓજી દ્વારા નાર્કોટીકસ અંગે લોકોમાં જાગૃતતા માટેના અવેરનેશનું આયોજન લાખોટા તળાવ વિસ્તાર ખાતે કરવામાં આવ્યુ હતું. પીઆઇ ધાસુરાના માર્ગદર્શન હેઠળ આ સેમીનારમાં ૬૦ જેટલા નાગરીકોને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ, ફ્રોડ વિગેરે બાબતે માહિતગાર કરેલ અને બચવાના ઉપાયો બાબતે જણાવાયુ હતું.