જામનગર જીઆઇડીસી પ્લોટધારકો માટે એમ્નેસ્ટી સ્કીમની જાહેર કરતા મુખ્યમંત્રી
અમદાવાદ સ્થિત્ત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તેમની રિજીયોનલ ચેમ્બરના પ્રતિનિધિ મંડળની એક બેઠક ગત તા. ૩૦-૦૭-૨૦૨૬ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે યોજવામાં આવેલ હતી. જે બેઠકનું સંચાલન અને આયોજન ગુજરાત ચેમ્બરના મંત્રી અને જામનગર ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું.
આ બેઠકમાં જામનગર ચેમ્બર વતી પ્રમુખ રમણીકભાઈ પી. અકબરી, ઉપ પ્રમુખ અજેશભાઈ વી. પટેલ તથા માનદમંત્રી કૃણાલભાઈ વી. શેઠ ઉપસ્થિત રહેલ હતા. અને જામનગર ચેમ્બર દ્વારા મુખ્યમંત્રીને વેપાર-ઉદ્યોગના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ હતી. જેમાં ખાસ કરીને જીઆઈડીસીના પડતર પ્રશ્નો જેવા કે જીઆઇડીસીના પ્લોટ ધારકોને ઉત્તરોતર ભરવી પડતી સ્ટેમ્પ ડ્યૂટી માટે એક એમનેસ્ટી સ્કીમ જાહેર કરવા રજૂઆત કરવામાં આવેલ. જે અંગે મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક અભિગમ સાથે આ પ્રશ્નની ગંભીરતાને સમજી ગુજરાત સરકાર દ્વારા ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ને વધુ વેગ આપવા રાજ્ય સરકારે આ પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો છે.
એમ્નેસ્ટી સ્કીમ હેઠળ પાત્ર કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં ૮૦ ટકા સુધીની રાહત આપવામાં આવશે અને માત્ર ૨૦ ટકા ડ્યુટી સાથે લાગુ પડતી પેનલ્ટી વસૂલવામાં આવશે. જોકે, કેટલાક કિસ્સાઓમાં કુલ વસૂલાત મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતાં ઓછી ન રહે તે માટે ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ મુખ્યત્વે માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવતા ખજખઊ એકમોને મળશે. ૩૦ જૂન, ૨૦૨૫ સુધી થયેલા પાત્ર એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર, ભાડાપટ્ટા, પેટા ભાડાપટ્ટા અને મિલકતની તબદીલી સંબંધિત વ્યવહારોને યોજનામાં સામેલ કરવાનો પ્રસ્તાવ છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત મિલકતની કાયદેસરની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. અપીલ અથવા કોર્ટમાં પેન્ડિંગ પાત્ર કેસોમાં પણ નિર્ધારિત શરતોને આધિન રાહત મળી શકશે. આ નિર્ણયથી ઉદ્યોગકારો પરનો નાણાકીય બોજ ઘટશે, જૂના બાકી કેસોના ઉકેલમાં ઝડપ આવશે અને ઔદ્યોગિક વ્યવહારોમાં પારદર્શિતા વધશે.
જેમાં એમએસએમઈ ઉદ્યોગકાર કે જેઓ માન્ય ઉદ્યમ નોંધણી નંબર ધરાવે છે અને ૩૦-૦૬-૨૦૨૫ પહેલા ના જૂની બાકી સ્ટેમ્પ ડ્યૂટી ના કેસોમાં ૮૦% સુધીની રાહત મળશે આ સ્કીમ નો લાભ જીઆઈડીસીના પ્લોટ ધારકોને લેવા જામનગર ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમજ જામનગર ચેમ્બર આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત ચેમ્બરનો આભાર વ્યક્ત કરે છે.ઉદ્યોગકારોને આ સ્કીમનો લાભ લેવા તથા વધુ વિગતો માટે જીઆઈડીસી ઓફિસનો સંપર્ક કરવા જામનગર ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application