ખંભાળિયાના સતવારા વાડ વિસ્તારમાં એકતા યુવક મંડળ દ્વારા તમામ હિન્દુ તહેવારોની અનોખી ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એકતા યુવક મંડળના કાર્યકરો દ્વારા ભવ્ય ગણપતિ મહોત્સવના આયોજન વચ્ચે આવતીકાલે શનિવાર તા. ૧૯ ના રોજ આ સ્થળે માટીકલા તથા ગણેશજીની માટીની મૂર્તિ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં સ્પર્ધક ભાઈ- બહેનોએ પાંચ ઈંચથી એક ફૂટ સુધીની ગણપતિની માટેની મૂર્તિ બનાવવાની રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને રવિવારે પુરસ્કૃત કરાશે. જ્યારે દરેક સ્પર્ધકને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા દરેક સ્પર્ધકે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી મૂર્તિ સતવારા વાડ ખાતે એકતા યુવક મંડળના પંડાલ ખાતે પહોંચાડવાની રહેશે. વિજેતાઓની જાહેરાત બાદ દરેક સ્પર્ધક પોતાની મૂર્તિ પરત લઈ જઈ શકશે. આ સાથે શનિવારે અન્નકૂટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે માટે એકતા યુવક મંડળના કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.