BREAKING NEWS

જામ્યુકોના કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે શૌચાલયના ગંદા પાણી રોડ પર વહ્યા

  • September 18, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોના કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે શૌચાલયના ગંદા પાણી રોડ પર વહ્યા

​​​​​​​વિભાજી સ્કુલ પાસે આવેલ શૌચાલય પાસે જામનગર મહાનગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા બેદરકારીથી રેતી ઠલવતી વેળાએ રેતી શૌચાલયમાં ઘૂસી જતા શૌચાલયના ગંદા પાણી રોડ ઉપર વહી જવા પામ્યા હતા. છેલ્લા ઘણા સમયથી વિભાજી સ્કુલ પાસે આવેલ શૌચાલય પાસે ઢોરનો અડીંગો જ જોવા મળે છે. આ શૌચાલય પાસે જ લાખોટા પરિસર, ભાજપ શહેર કાર્યાલય, પંચેશ્ર્વર ટાવર સહિતના શહેરના હાર્દસમાન વિસ્તાર આવેલા હોય,  ચોવીસ કલાક લોકોની અવરજવર થતી હોય, વિભાજી સ્કુલથી પંચેશ્ર્વર ટાવર સુધી એક માત્ર આ શૌચાલય હોય, કાયમી સફાઇ થતી નથી અને બીજી તરફ ઢોરનાં અડીંગા અને આજે કોન્ટ્રાકટર દ્વારા શૌચાલયમાં રેતી પધરાવી દેતા ગંદકીનો સામ્રાજય સર્જાયું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application