રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે શનિવાર, તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ દિવસભર મહત્વપૂર્ણ બેઠકો યોજાનાર હોવાથી કચેરીમાં વહીવટી કામગીરીનો ધમધમાટ જોવા મળશે. એક તરફ સવારે ફરિયાદ સહ સંકલનની બેઠક યોજાશે, જ્યારે બપોર બાદ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં જમીન સંબંધિત કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે.
ફરિયાદ સહ સંકલનની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે પદાધિકારીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવશે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પ્રજાને સ્પર્શતા પ્રશ્નો, સરકારી વિભાગોની કામગીરી તેમજ પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. બેઠક દરમિયાન રજૂ થતા પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી શક્યતા છે. આ બેઠક પૂર્ણ થયા બાદ બપોરના સમયે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાશે. કલેકટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં જમીન સંબંધિત કુલ ૪૦ જેટલા કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે. વિવિધ કેસોમાં અરજદાર અને સામેવાળા પક્ષની રજૂઆતો સાંભળવા ઉપરાંત ઉપલબ્ધ દસ્તાવેજો તથા સંબંધિત રેકોર્ડના આધારે કાર્યવાહી કરવામાં આવશે. આમ, શનિવારે રાજકોટ કલેકટર કચેરીમાં એક જ દિવસમાં બે મહત્વપૂર્ણ બેઠકો યોજાનાર હોવાથી વહીવટી તંત્રમાં પણ તૈયારીઓનો દોર જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application