BREAKING NEWS

જામનગર: સાત જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીની જામીન અરજી નામંજૂર

  • November 05, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સાત જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીની જામીન અરજી નામંજૂર

જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના નંબર ભારતીય ન્યાય સંહિતા કલમ મુજબના ગંભીર ગુનાના કામે જેલમાં બંધ આરોપી હરદીપસિંહ ઉર્ફે હાડુ હરદેવસિંહ ઝાલા (રહે. ખોડિયાર કોલોની, જામનગર) દ્વારા મુક્તિ મેળવવા માટે જામનગરની સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. 

આ કેસની ફરિયાદ મુજબ, આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ફરિયાદીને સમાધાનના બહાને બોલાવ્યા હતા. ત્યારબાદ ચાર આરોપીઓએ ભેગા મળી ફરિયાદીને લાકડીઓ અને ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાના ઈરાદે છરી જેવા જીવલેણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

​​​​​​​રાજ્ય સરકાર તરફે  સરકારી વકીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી.ત્યારબાદ બન્ને પક્ષની દલીલો ઘ્યાને રાખી સેશન્સ અદાલતે સરકાર પક્ષની દલીલો, ગુનાની ગંભીરતા, હથિયારનો ઉપયોગ અને આરોપીના અગાઉના સાત ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખીને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા અને સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આરોપી હરદીપસિંહ ઉર્ફે હાડુ ઝાલાની નિયમિત જામીન અરજી ને સપૂર્ણપણે  કરતો ન્યાયિક હુકમ કર્યો છે. રાજ્ય સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્ર એ. જીવરાજાની રોકાયેલા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application