જામનગરમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિતે નશામુક્તિના સંદેશ સાથે સાયકલ રેલી
જામનગરમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે ગાંધી જયંતિ નિમિતે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા ગાંધીભવન પાસેથી સવારે ૮:૩૦ કલાકે નશાબંધી સપ્તાહના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ’નશામુક્ત ભારત વ્યસનમુક્ત ગુજરાત’ના સંદેશ સાથે સાઇકલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાઇકલ યાત્રાને પર્યાવરણ તથા વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળી, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવીણાબેન રૂપડીયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાઇકલ યાત્રામાં વિવિધ વર્ગના લોકો જોડાયા હતા અને વ્યસનથી દૂર રહેવા તેમજ સમાજમાં નશાબંધી અને વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નશાબંધી સપ્તાહ દરમિયાન વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application