ગૌ-માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાની માંગ: ખંભાળિયામાં ગુરૂવારે બાઇક રેલી
ગૌ-માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાની માંગ: ખંભાળિયામાં ગુરૂવારે બાઇક રેલી
May 05, 2026 06:30 AM
ગૌ-માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાની માંગ: ખંભાળિયામાં ગુરૂવારે બાઇક રેલી
ગૌ માતા આહવાન અભિયાન તથા ભારત સરકાર દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાના સહી અભિયાન અંતર્ગત ખંભાળિયામાં આગામી ગુરૂવાર તા. ૭ મે ના રોજ સાંજે ૫ વાગ્યે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તાર ખાતેથી એક બાઈક રેલી પ્રસ્થાન કરશે. જે અહીંના નગર ગેઈટ, મિલન ચાર રસ્તા, જડેશ્વર રોડ, રેલવે સ્ટેશન થઈને અહીંના મહેસુલ ભવનમાં મામલતદાર કચેરી ખાતે સંપન્ન થશે.
ત્યાર બાદ મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ બાઈક રેલીમાં જોડાવવા માટે હિન્દુ ધર્મપ્રેમી જનતાને ગુરુવારે સાંજે ૫ વાગ્યે જોધપુર ગેઈટ ચોક ખાતે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.