BREAKING NEWS

જામનગરના સેતાવાડ સહિતના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માંગ 

  • July 08, 2026 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સેતાવાડ સહિતના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માંગ 

સેન્ટ્રલ બેંક સહિતના વિસ્તારોના લોકોએ જિલ્લા કલેકટરના આપેલા આવેદનમાં માંગણી કરી

જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ વિસ્તારના રહેવાસીઓની તાજેતરમાં બેઠક મળી હતી અને પોતાના વિસ્તાર માટે અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરી આ અંગે કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

જુના જામનગર તરીકે ઓળખાતા સેતાવાડ તેમજ અન્ય વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા લોકો તાજેતરમાં એકત્ર થયા હતાં. તેમણે જિલ્લા કલેક્ટર ને તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ને લેખિત માં પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે અહિં વર્ષોથી સનાતન હિન્દુ સમાજના લોકો વસવાટ કરે છે, પરંતુ થોડા સમય પહેલા અન્ય ધર્મના લોકો આ વિસ્તારમાં રહેવા માટે આવ્યા છે. તેમના વાણી-વર્તન, ખાણી-પીણી તથા રહેણી-કરણીથી વારંવાર ઝગડા થાય છે. તેઓ હિન્દુ ધર્મનું અપમાન થાય તે રીતે ઈરાદાપૂર્વક નોનવેજ અને ઈંડા જાહેરમાં ફેંકી રહ્યા છે. આ બાબતે અનેક વખત સક્ષમ અધિકારી પાસે ફરિયાદ કરી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

આ બે મકાન ઉપરાંત ના પણ કેટલાક અન્ય ધર્મના લોકો મકાન ખરીદવા પેરવી કરે છે, અને અહિં વસવાટ કરનારાઓ ને લાલચ આપી રહ્યા છે, અને મકાન વેંચવા માટે દબાણો પણ કરે છે. આથી ભવિષ્યમાં આ વિસ્તારની સ્થિતિ બગડશે તેને ધ્યાનમાં રાખી ને શેઠફળી, મણિયાર શેરી, સેતાવાડ અને આજુબાજુના વિસ્તારો માટે અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
​​​​​​​
આ સમયે શેઠફળી ૧ થી ૪, મણિયાર શેરી, સેતાવાડ ધ્રુવ ફળી, ૧ થી ૩ કાળેશ્વર શેરી, ભટ્ટ ફળી, દેવાભાણા ની શેરી, પતંગિયા ફળી, મઠ ફળી, ગરબી ફળી, ઝંડુભટ્ટની શેરી, ભગવાનસંગ બાપુની શેરી, તાક ફળી, મંડળ ફળી, છીપાવાડના રહેવાસીઓ જોડાયા હતાં.

જેમાં મનિષભાઈ કનખરા, અશ્વિનભાઈ રાયઠ્ઠઠા, જીગ્નેશભાઈ નંદાની આગેવાનીમાં હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ કારેલીયા, ભરતસિંહ જાડેજા, મૃગેશ આચાર્ય, અંકુર આચાર્ય, જય પંડયા, રવિ ૫ંડ્યા, નિશિથ શુકલ, વ્યોમેશ લાલ, જયેશભાઈ મણિયાર, બાબાલાલ, મધુકરભાઈ, દિનેશ સામાણી, આનંદ સોલંકી, ઉષાબેન ઢાંકી, કૌશિકભાઈ (કાનો), મિહીર રાઠોડ, દર્શન સોલંકી, મીતેન ચાવડા, તેજશ જોષી, હિરેન જુંગીવાલા સહિતના ઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application