BREAKING NEWS

જામનગર શહેરમાંં તહેવારો બાદ રોગચાળો વકર્યો, જી.જી.માં ઓપીડી વધીને ૨૨૦૦..!

  • September 12, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાંં તહેવારો બાદ રોગચાળો વકર્યો, જી.જી.માં ઓપીડી વધીને ૨૨૦૦..!


જામનગર શહેરમાં તહેવારો પૂર્ણ થયા બાદ બીમારીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જી.જી. હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં એકાએક મોટો ઉછાળો નોંધાયો છે. સાતમ-આઠમના તહેવારો પૂર્વે જી.જી. હોસ્પિટલમાં દરરોજ આશરે ૧૪૦૦થી ૧૬૦૦ જેટલી ઓપીડી નોંધાતી હતી, જે તહેવારો બાદ વધીને ૨૧૦૦થી ૨૨૦૦ સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે.
​​​​​​​
હાલમાં ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસ સહિતના રોગોના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. તહેવારો દરમિયાન લોકોની અવરજવર અને ભીડ બાદ વાયરલ તથા અન્ય બીમારીઓના કેસમાં વધારો થયો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડને કારણે હોસ્પિટલ પર પણ વધારાનું ભારણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ શહેરમાં હાલ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરે તે પહેલાં આરોગ્ય વિભાગ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા તકેદારીના જરૂરી પગલાં ભરવા જરૂરી બન્યા છે. ખાસ કરીને મચ્છરોના ઉપદ્રવવાળા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ, ફોગિંગ સહિતની કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.તહેવારો બાદ જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા સમયસર સાવચેતીના પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો જી.જી. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News