દ્વારકા પ્રોહીબીશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝબ્બે
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એચ.જોષી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. ટીમના માણસો સાથે ઉપરોક્ત બાબતે વર્કઆઉટમાં હતા.
દરમ્યાન એ.એસ.આઇ. સહદેવસિંહ જાડેજા નાઓને મળેલ બાતમી હકીકત મળેલ કે દ્વારકા પો.સ્ટેશનના પ્રોહિ કલમ ૬૫(ઇ),૮૧,૧૧૬(બી),૯૮(૨) મુજબના ગુનાના કામેના જોગવડ તળાવનેશ ખાતે રહેતા ખીમરાજ ઉર્ફે ખીના નાગસુર સોમાત નાસતા ફરતા આરોપીને દ્વારકા ખાતેથી હકિકત આધારે દ્વારકા ખાતેથી ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application