જામનગરમાં પર્યાવરણ જાળવણી-જાગૃતિનો નવતર પ્રયાસ, અનોખી વાસણ સહકારી બેંકનો પ્રારંભ
પ્લાસ્ટીકનું પ્રદૂષણ અટકાવવા ધરોહર સંસ્થાની પ્રેરણાદાયી પહેલ, પ્રસંગોમાં સ્ટીલના વાસણો અપાશે: લોકાએ જરૂરિયાત પ્રમાણે વાસણ લઇ ઉપયોગ કર્યા બાદ સ્વચ્છ કરીને પરત કરવાના રહેશે
જામનગરમાં પર્યાવરણ જાળણવી અને જાગૃતિ માટે નવતર પ્રયાસ અંતર્ગત ઘરોહર સંસ્થા દ્વારા અનોખી વાસણ સહકારી બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટીકનું પ્રદૂષણ અટકાવવા પ્રેરણાદાય પહેલમાં પ્રસંગોમાં સ્ટીલના વાસણો નિ:શુલ્ક આપવામાં આવશે. લોકોએ જરૂરિયાત પ્રમાણે વાસણ લઇ ઉપયોય કર્યા બાદ સ્વચ્છ કરીને પરત કરવાના રહેશે.
જામનગરની ધરોહર સંસ્થા દ્વારા તાજેતરમાં શહેરના સ્થાપના દિવસે ખાંભી પૂજન કરી પર્યાવરણ બચાવના ભાગરૂપે શહેરમાં સર્વપ્રથમ વાસણ સહકારી બેંકનો પ્રારંભ કરી સમાજને એક નવો રાહ ચીંઘ્યો છે. સંસ્થાના સભ્યોએ નવાનગરના સ્થાપના દીવસે શહેરની સ્થાપના સમયની ખાંભીનું પુજન કરી લાલબંગલા સર્કલ પાસે આવેલી કર્નલ રાજેન્દ્વસિંહની પ્રતિમા પાસે પર્યાવરણ બચાવોના શુભ સંકલ્પ સાથે આ બેંકની જાહેરાત કરી હતી.
વર્તમાન સમયમાં નાના-મોટા પ્રસંગોમાં ડીસ્પોઝેબલ પેપર,ડીશ, પ્લાસ્ટીક, થર્મોકોલના કપ વિગેરે વસ્તુઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય ઘરતી પર પ્રદૂષણ વધતા પર્યાવરણને પારાવાર નુકસાન થઇ રહ્યું છે. આથી આ દીશામાં જનજાગૃતિ આવે અને પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી જામનગરવાસીઓ માટે સ્ટીલના વાસણો લોકોને પ્રસંગોપાત નિ:શુલ્ક મળી રહે તે માટે શ્રી વાસણ સહકારી બેંકના પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધરોહર સંસ્થાના અગ્રણી કાર્યકર્તાઓ સંયોજક કમલ દવે, નિર્મલસિંહ જાડેજા, અધિવકતા હીતેન ભટ્ટ દ્વારા આ પ્રકલ્પનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, ધરોહર સંસ્થા દ્વારા આ ત્રીજા પ્રકલ્પનો શુભાંરભ થયો છે. આ માટે સંસ્થાના કાર્યકર્તાઓએ સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિ પ્રમુખોનો સં૫ર્ક કર્યો હતો. સંસ્થાના અગ્રણીઓ સીનીયર વકીલ અને પૂર્વ ડીજીપી અશોક નંદા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશ દાસાણી, આહીર સમાજના પ્રમુખ અને એડવોકેટ રણમલ કાંબરીયા દ્વારા આયોજનની અમલવારી કરી હતી. પર્યાવરણ જાગૃતિ માટે શ કરવામાં આવેલી નવતર પહેલથી આગામી દીવસોમાં શહેરીજનોને વિધિવત અવગત કુરષવામાં આવશે તેમ ધરોહર સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું છે.