↵જામનગર : પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજારમાં આઠ મોબાઈલ ચોરી કરનાર મહીલા આરોપીઓનો નિર્દોષ છુટકારો
મહીલા આરોપીઓ પુજાબેન રાજુભાઈ સોલંકી, ભાવુબેન જેન્તીભાઈ સોલંકી, કમુબેન તુલસીભાઈ રાઠોડ એ જામનગરની પ્રખ્યાત જગ્યા પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજારમાં ભીડ ખરીદી કરતી મહીલાઓના પર્સ તથા ઠેલા માંથી અલગ-અલગ કંપનીના ૮ મોબાઈલ ફોન આરોપીઓએ નજર ચુકાવી ચોરી કરતા મુદામાલ સાથે પકડાઈ ગયેલ જે અંગેનો આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો જામનગર સીટી ’એ’ ડીવી. પો.સ્ટે. માં આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવેલ જે અંગેનો કેસ જામનગરના ચોથા અધિક જયુડી. મેજી. ફ.ક. સી.એલ. કાપડીયા જજની કોર્ટમાં ફો.કે.નં. ૪૯૪૬/૨૩ થી કેસ ચલાવવામાં આવેલ હતો, જે કેસમાં પ્રોસયુકેશન તરફે લેખીત દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૫ સાહેદોને તપાસવામાં આવેલ હતા, જે ફરીયાદી તથા સાહેદોના મહત્વના પુરાવાથી ફરીયાદ પક્ષના કેસને સમર્થન પ્રાપ્ત થયેલ ન હોય, જેથી ફરીયાદ પક્ષના કેસના પુરાવા પ્રત્યે શંકા દર્શાવી આરોપીના વકીલની દલીલોને ઘ્યાને લઈ મહીલા આરોપીઓને નિર્દોષ છોડી મુકતો હુકમ કરવામાં આવેલ છે.
આ કામમાં આરોપી તરફે એડવોકેટ પરબત વી. મકવાણા, પૂનમ જી. ચૌહાણ, ટ્રેઈની ઉર્વીશા એમ. લીંબાસીયા તથા ટ્રેઈની વિશાલ પી. મકવાણા રોકાયા હતા.