BREAKING NEWS

જામનગર : 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમ અંતર્ગત રણમલ તળાવમાં એન્ટ્રી ફ્રી

  • September 15, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની જાહેર જનતાને આથી માહિતગાર કરવામાં આવે છે કે આગામી તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ શહેરના હાર્દસમા ઐતિહાસિક રણમલ તળાવ ખાતે 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરીજનો સહભાગી થઈ શકે અને આ પવિત્ર અવસરનો લાભ લઈ શકે તે આશયથી મહાનગરપાલિકા દ્વારા તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૦૦ વાગ્યાથી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધી રણમલ તળાવ પરિસરમાં તમામ નાગરિકો માટે પ્રવેશ તદ્દન વિનામૂલ્યે (ફ્રી) રાખવાનો જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
​​​​​​​

આથી, ઉપરોક્ત સમયગાળા દરમિયાન રણમલ તળાવની મુલાકાત લેનાર કોઈપણ નાગરિક પાસેથી એન્ટ્રી ફી વસૂલવામાં આવશે નહીં જેની સર્વે નાગરિકોએ નોંધ લેવી. તમામ નગરજનોને આ વ્યવસ્થાનો લાભ લેવા અને પરિવાર સહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application