BREAKING NEWS

કનસુમરા ખાતે હઝરત બચનશા પીર નો શાનદાર ઉર્ષ ઉજવાયો

  • March 24, 2026 01:18 PM 

કનસુમરા ખાતે હઝરત બચનશા પીર નો શાનદાર ઉર્ષ ઉજવાયો

જામનગર નજીક કનસુમરા મુકામે ગઈકાલે રાત્રે હઝરત બચનશા પીરનો ભવ્ય અને શાનદાર ઉર્ષ ઉજવવામાં આવ્યો હતો. આ પવિત્ર પ્રસંગે કનસુમરા ગામના તમામ આગેવાનો તેમજ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આશરે સાત હજાર જેટલા લોકો માટે ન્યાજ (પ્રસાદી)ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શાનદાર ઉર્ષની ઉજવણીમાં હાજી અલારખા નાથુ ખીરા પરિવાર તરફથી તેમના પુત્રો રજાકભાઈ ખીરા, ગફારભાઈ ખીરા, આમદભાઈ ખીરા તથા આરીફભાઈ ખીરા દ્વારા સમગ્ર ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો.

ઉર્ષના આ પવિત્ર કાર્યક્રમમાં ગામના હિંદુ-મુસ્લિમ ભાઈઓએ એકતા અને સૌહાર્દનું સુંદર ઉદાહરણ રજૂ કરતાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે મહેમાનો તરીકે કાસમભાઈ ખફી, કાસમભાઈ ભોકલ, ઈકબાલભાઈ ભુરાભાઈ, ઈકબાલભાઈ સુમરા, રશીદ ખીરા એડવોકેટ, સિક્કાના જૂસુબભાઈ બારૈયા, અનવરભાઈ ગટકાય, અલુ પટેલ, મુસ્તાક દલ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના આગેવાનો લતીફભાઈ ખીરા, વસીમભાઈ (સરપંચ), ગુલામહુસેન આમદ, અનવર આમદ, અબ્દુલ કાદિર આમદ, ઇબ્રાહિમ હાસમ, સલીમભાઈ ઇબ્રાહિમ, મુર્તઝા સુલતાન તથા હાજી ઇસ્માઈલભાઈ તથા હનીફ નૂરમામદ સહિતના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application