BREAKING NEWS

જામનગરમાં પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઇમારત નવી બનાવાશે

  • September 01, 2026 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઇમારત નવી બનાવાશે 

રૂ.૨૯.૯૩ લાખના ખર્ચે બે કૃત્રિમ ગણેશ વિર્સજન કુંડનું નિર્માણ કરાશે

જામનગર મહાપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠમાં શહેરના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઇમારતને નવી બનાવવાનો નિર્ણય કરાયો છે. શહેરમાં બે સ્થળે રૂ.૨૯.૯૩ લાખના ખર્ચે બે કૃત્રિમ વિસર્જન કુંડનું નિર્માણ કરાશે. શ્રાવણી મેળામાં જુદા-જુદા કામ માટે રૂ.૧૫.૯૧ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.
​​​​​​​
જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક મંગળવારે ચેરમેન ધીરેનકુમાર મોનાણીના અઘ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશ ડેર, કમિશ્ર્નર દીપેશ કેડીયા, ડે.કમિશ્ર્નર દેવેન્દ્વસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની તથા ૧૨ સભ્યો હાજર રહ્યા હતાં. બેઠમાં શહેરના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીઆઇડીસી, કામદાર કોલોની, પાણાખાણ, બેડી અને ગોમતીપુરના નવા બિલ્ડીંગ બનાવવાની કમિશ્ર્નરની દરખાસ્તને સૈંઘ્ધાતીંક મંજૂરી આપવામાં આવી હતી. જયારે શ્રાવણી મેળામાં પ્રદર્શન ગ્રાઉન્ડ તથા પાર્કીગ ગ્રાઉન્ડ ખાતે પોલ, ગાળા, કેબલીંગ તથા આનુસંગીક ઓપરેશન એન્ડ મેઇન્ટેન્સ સહીતની વ્યવસ્થાના કામ માટે રૂ.૭.૯૫ લાખ અને લાઇટીંગ તથા ડેકોરેશનના કામ માટે રૂ.૬.૯૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. ગણેશ મહોત્સવ અન્વયે જામનગર શહેરમાં સરદાર રીવેરા, રણજીતસાગર રોડ અને લહેર તળાવ પાસે ખંભાળીયા રોડ ખાતે એમ બે સ્થળો પર હંગામી ગણેશ વિસર્જન કુંડ રૂ.૨૯.૯૩ લાખના ખર્ચે બનાવાનું મંજૂર કરાયું હતું. આમ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કુલ રૂ.૪૪.૮૪ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News