BREAKING NEWS

સલાયા નગરપાલિકા વિસ્તારમાં વીજ પુરવઠાની અનિયમિતતાથી પ્રજા પરેશાન

  • July 15, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા નગરપાલિકા વિસ્તારમાં વીજ પુરવઠાની અનિયમિતતાથી પ્રજા પરેશાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું સલાયા શહેર હાલમાં વીજ સંકટ અને વીજ પુરવઠાની અનિયમિતતાનો સામનો કરી રહ્યું છે. અંદાજે ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ ની વસ્તી અને અંદાજે ૬,૦૦૦ થી વધુ વીજ જોડાણો ધરાવતા આ વિસ્તારમાં લાંબા સમયથી વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાથી સ્થાનિક લોકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
​​​​​​​
આ બાબતે સલાયા નગરપાલિકાના સદસ્ય બિલાલ હનીફ ભાયા તેમજ  સલાયા ભાડેલા મુસ્લિમ જમાત,વાઘેર વેપારી એજ્યુકેશન એન્ડ વેલ્ફેર એસોસિયેશન, સલાયા વાઘેર મુસ્લિમ જમાત દ્વારા પી.જી.વી.સી.એલ.ના નાયબ કાર્યપાલક ઈજનેરને એક લેખિત રજૂઆત કરી તાકીદે પગલાં લેવા માંગ કરી છે. જેમાં સલાયામાં નિયમિત અને પૂરતો વીજ પુરવઠો આપવા માટે તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.જેની તાકીદે વ્યવસ્થા કરવા તેમજ સલાયા ખાતે આવેલી પીજીવીસીએલ કચેરીમાં પૂરતો સ્ટાફ પૂરો પાડવા અને  કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિગતો અને તેમના ફોન નંબર દર્શાવતું નોટિસ બોર્ડ લગાવવામાં આવે જેથી ગ્રાહકો તેમનો સંપર્ક કરી શકે.રાત્રિ દરમિયાન લાઈન ફોલ્ટ માટે સ્ટાફને હાજર રાખવો અને સ્ટ્રીટ લાઈટ માટે અલગ કેબલ જોડવો. આવી અનેક માંગણીઓ સાથે પીજીવીસીએલને રજૂઆત કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News