જામ્યુકોના સફાઇ કામદારોના પેન્શન સહીતના પ્રશ્ર્નો ઉકેલવા માંગ
નગરસેવિકાએ મહાનગરપાલીકાના કમિશ્ર્નરને આવેદનપત્ર પાઠવ્યું
અવેજી સફાઇ કામદારોની ભરતી અને અનુભવી કર્લાકની નિમણૂંક કરો
જામનગર મહાનગરપાલીકાના સફાઇ કામદારોના પેન્શન સહીતના પ્રશ્ર્નો ઉકેલવા નગરસેવીકાએ કમિશ્ર્નરને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં અવેજી સફાઇ કામદારોની ભરતી અને અનુભવી કલાર્કની નિમણૂંક કરવા માંગણી કરી છે.
જામનગરના વોેર્ડ નં.૭ના ભાજપના નગરસેવીકા શીતલબેન વાઘેલાએ મનપાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર મનપાની આવશ્યક સેવાની કામગીરી કરતા વષર્ર્-૨૦૦૫ પહેલા સફાઇ કામદારોને સરકારના પરિપત્ર અનુસાર પેન્શન ફોર્મ ભરાયેલા છે અને છેલ્લાં ૪ મહીનાથી સોલીડ વેસ્ટ એસ્ટમાં જમા થયેલા છે. આથી પેન્શન ફોર્મની આગળની કાર્યવાહી કરવા સંબધિત શાખામાં મોકલવા માંગણી કરી છે. તદઉપરાંત મનપા દ્વારા આજથી ૪ થી ૫ મહીના પૂર્વે સીનયોરીટી લીસ્ટમાં કાયમી તરીકે નિમણૂંક કરેલા સફાઇ કામદારોના સીઆર રીપોર્ટ તથા જરૂરી ડોકયુમેન્ટ એસ્ટામાં રજૂ થયેલા છે. પરંતુ આજ દીન સુધી આ સફાઇ કામદારોને કાયમી નિમણૂંક આપવા માટેની કાર્યવાહી થઇ નથી. આથી આ માટે સંબધિત શાખાને સૂચના આપવા માંગ કરી છે. સાથે સાથે મનપા તરફથી સફાઇ કામદારોનું જે લીસ્ટ બનાવામાં આવ્યું છે તેમાંથી અવેજી સફાઇ કામદારોની ભરતી કરવી તથા સોલીડ વેસ્ટ એસ્ટામાં નિવૃત સફાઇ કામદારની જેવી કે, ગ્રેચ્યુઇટી, પેન્શન, ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીઓની વારસદારોની કામગીરી અનુભવી કલાર્કની નિમણૂંક કરી તેને સોંપવા યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.