BREAKING NEWS

આજીવન કેદની સજા થયેલ ફર્લો જમ્પ કરનાર આરોપીને પકડી લેતી જામનગર એસઓજી

  • June 20, 2026 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજીવન કેદની સજા થયેલ ફર્લો જમ્પ કરનાર આરોપીને પકડી લેતી જામનગર એસઓજી

રાજકોટ મઘ્યસ્થ જેલનાં આજીવન કેદની સજા થયેલ જમ્પ કરેલ આરોપીને જામનગર એસઓજીની ટુકડીએ પકડીને સોંપી આપેલ છે.
પોલીસ મહાનિર્દેશક દ્વારા પેરોલફર્લો જમ્પ, કેદી  જાપ્તા તથા અન્ય જેલ ફરારી આરોપીઓને પકડવા અંગે સ્પે. ઓપરેશન કારાવાસ-ર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અંગે નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના નિર્લિપ્ત રાય, તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની જામનગર પોલીસ અધિક્ષક ઓપરેશન કારાવાસ-ર અનુસંધાને જામનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરને સુચના કરેલ હોય, જે અન્વયે ઓેસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પો.ઇ. વી.બી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા એ.વી.ખેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.

દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના અશોકભાઇ સિંહલા તથા હર્ષદભાઇ ડોરીયા તથા અનિરૂદ્ધસિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બેડી મરીન પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬, ૩૭૬(એ) મુજબ તથા પોકસો એકટ કલમ મુજબના આરોપી જે રાજકોટ મઘ્યસ્થ જેલના કેદી નં. ૪૮૨૫૨ અરવિંદ બાબુભાઇ સોલંકી રહે. પોરબંદર વાળો અમદાવાદના પત્ર તા. ૧૩-૫-૨૬ આદેશાનુસાર ફર્લો રજા દિન ૧૪ માટે જામીન પર જેલ મુકત કરવામાં આવેલ. 

પરંતુ કેદી આરોપી આજદીન સુધી જેલ ખાતે પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય, જે કેદીને તપાસ કરતા જામનગર દિગ્જામ સર્કલ પાસે ઉભેલ હોવાની ચોક્કસ હકિકત મળતા આરોપી અરવિંદ બાબુભાઇ સોલંકી રહે. પોરબંદર, વાળો આરોપી મળી આવેલ હોય, જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે બેડી મરીન પોલીસ સ્ટેશન, જામનગરને સોંપી આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application