રાજકોટના આર્યનગર વિસ્તારમાં સાળા-બનેવીએ છેડતીની શંકામાં સગા બે ભાઈની હત્યા કર્યાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં ફરી જંગલેશ્વર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવતીને લોહીલૂહાણ હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાઇ છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આડેધડ છરીના ઘા હાથ, પગ, છાતી, પેટમાં મારી દીધા
પ્રાપ્ત વિગત મુજબ, હુડકોમાં રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં-12 માં રહેતી ભારતી અશોકભાઈ સાંથરીયા (ઉં.વ.23) નામની યુવતી સવારે 11 વાગ્યા આસપાસ જંગલેશ્વરના હુશેની ચોકમાં પોતાની બહેન રેખાબેન સાથે મચ્છી વેંચવા બેઠી હતી, આ વખતે નવાગામ સાત હનુમાન પાસે રંગીલા સોસાયટીમાં રહેતો તેનો પ્રેમી સંજય વિનોદભાઇ મકવાણા (ઉં.વ.35) અચાનક છરી સાથે ધસી આવ્યો હતો અને ભારતી કઈ સમજે એ પહેલા તેના પર તૂટી પડી આડેધડ છરીના ઘા હાથ, પગ, છાતી, પેટમાં ઘા લાગી જતાં લોહીલુહાણ થઇ ઢળી પડી હતી. જેથી ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
પ્રેમીએ પણ પોતાના પેટમાં છરીના 3 ઘા ઝીંકતી દીધા
પ્રેમિકા પર હુમલો કરતા સંજયને લોકો પકડે એ પહેલા તેણે પોતાના પેટમાં પણ છરીના 3 ઘા ઝીંકી દીધા હતાં. તે પણ પડી જતાં કોઇએ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલ પોલીસ ચોકીના પોલિસે ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલિસ સ્ટાફે હોસ્પિટલે પહોંચી હુમલામાં ગંભીર ઇજા પામનાર ભારતીના બહેનની ફરિયાદ આધારે સંજય મકવાણા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધવા તજવીજ શરૂ કરી હતી.
ભારતી અને સંજય વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમસંબંધ
તપાસમાં ખુલ્યા મુજબ પ્રેમીના હુમલામાં ઘાયલ ભારતી 4 બહેન અને 1 ભાઇમાં નાની છે અને જંગલેશ્વર હુશેની ચોકમાં મચ્છીનો થડો રાખી ધંધો કરે છે. જ્યારે હુમલો કરનારા સંજય 2 ભાઇમાં નાનો છે અને છુટક મજૂરી કામ કરે છે. ભારતી અને સંજય વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમસંબંધ છે. દરમિયાન અઠવાડીયા પહેલા જ ભારતીની સગાઇ માંગરોળના યુવાન સાથે નક્કી થઇ જતાં આ વાતની પ્રેમી સંજયને ખબર પડતાં તે રોષે ભરાયો હતો અને પ્રેમિકા ભારતીને સગાઇ ન કરવા ધમકી આપવાનું ચાલુ કરી તેની પાસેથી તેણીની સગાઇ જ્યાં નક્કી થઇ એ યુવકના નંબર લઇ તેને પણ ધમકાવવાનું ચાલુ કર્યુ હતું.
બંને હાલ સારવાર હેઠળ
આ કારણે 3 દિવસ પહેલા જ સંજય વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે અટકાયતી પગલા લઇ કાર્યવાહી કરી હતી. દરમિયાન આજે તે પ્રેમિકાને મારી નાખવાના ઇરાદા સાથે જંગલેશ્વરના હુશેની ચોકમાં પ્રેમિકા ભારતીના મચ્છીના થડે પહોંચ્યો હતો અને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતાં. બાદમાં પોતાના પેટમાં પણ 3 ઘા મારી દેતાં તેને પણ ગંભીર ઇજા થઇ હતી. બંને હાલ સારવાર હેઠળ છે. જેમાં પ્રેમિકાને ગંભીર ઇજા પહોંચી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech