જામનગર: પર્યુષણ પર્વના પાંચમા દિવસે મહાવીર જન્મ કલ્યાણકની ભક્તિભાવપૂર્વક ઉજવણી
જામનગર: પર્યુષણ પર્વના પાંચમા દિવસે મહાવીર જન્મ કલ્યાણકની ભક્તિભાવપૂર્વક ઉજવણી
September 12, 2026 11:58 AM
જામનગર: પર્યુષણ પર્વના પાંચમા દિવસે મહાવીર જન્મ કલ્યાણકની ભક્તિભાવપૂર્વક ઉજવણી
જામનગરમાં ચાલી રહેલા પાવન પર્યુષણ પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર ખાતે આવેલા પેલેસ જૈન દેરાસર ખાતે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેરાસરના મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનને પક્ષાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની પૂજા-અર્ચના કરી ભક્તિભાવપૂર્વક દર્શન કરવામાં આવ્યા હતા. સમગ્ર દેરાસર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાવીર સ્વામીના અહિંસા, સત્ય અને જીવદયાના સંદેશને સ્મરી જૈન સમાજ દ્વારા જન્મ કલ્યાણકની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.