જામનગર: જોગવડમાં ટાયરમાં પથ્થર રાખવા જતા ટ્રક ફરી વળતા યુવાનનું મૃત્યુ
સણોસરી પાટીયા પાસે થયેલા અકસ્માતમાં મીનીબસના ચાલક સામે ફરીયાદ
જોગવડ ગામ ખાનગી કંપની ખાતે ટ્રક પાર્ક કરવા ટાયરમાં પથ્થર રાખવા ગયેલા ઠાકરશેરડી ગામના યુવાન પર ટ્રક ફરી વળતા ગંભીર ઇજા સબબ સારવારમાં લઇ જતા મૃત્યુ નિપજયુ હતું, જયારે સણોસરી પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતમાં મીનીબસના ચાલક સામે ગઇકાલે ફરીયાદ કરવામાં આવી હતી.
ખંભાળીયા તાલુકાના ઠાકર શેરડી ગામમાં રહેતા ડ્રાઇવીંગ કરતા રાજશી મેરામણભાઇ કંડોરીયા (ઉ.વ.૩૯) નામના યુવાન ખાગી કંપનીમાં ટ્રક નં. જીજે૨૩એડબલ્યુ-૬૮૪૨ ચલાવતા હતા તે ટ્રક જોગવડ ખાનગી કંપનીમાં પાર્ક કરી નીચે ઉતરી રાજશીભાઇ ટાયરમાં પથ્થર રાખવા જતા હતા કોઇ કારણસર અકસ્માતે ટ્રક નીચે રડતા તેઓ ટાયર નીચે આવી જતા પેટના ભાગે ગંભીર ઇજા થવાથી ટાઉનશીપમાં હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જયા તેમનું મૃત્યુ નિપજયુ હતું આ બનાવ અંગે ઠાકર શેરડી ગામમાં રહેતા ખીમાણંદ મેરામણભાઇ કંડોરીયા દ્વારા મેઘપર પોલીસને જાણ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં લાલપુરના સણોસરી પાટીયા પાસે તા. ૨૧ના મીનીબસ મહાદેવ ટ્રાવેલ્સ નં. જીજે૩બીવી-૬૧૨૭ના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી મરણજનાર દેવાણંદભાઇ માલદેભાઇ કાંબરીયા (ઉ.વ.૬૨)ની ક્રેટા કાર નં. જીજે૧૦ડીએ-૫૮૯૯ સામે ભટકાડી અકસ્માત કરી ગંભીર ઇજા પહોચાડીને મોત નિપજાવ્યુ હતું આ બનાવ અંગે કનસુમરા પાટીયે માધવબાગ-૬ ખાતે રહેતા કલ્પેશ દેવાણંદભાઇ કાંબરીયા દ્વારા લાલપુર પોલીસમાં ગઇકાલે આઇસર કંપનીની ઉપરોકત નંબરની મીનીસબના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.