BREAKING NEWS

ખંભાળિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે

  • May 21, 2026 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે

ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૯ મે સુધીમાં અરજી કરવાની રહેશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણ માટે પી.એમ.પોષણ શક્તિ નિર્માણ યોજનાં અંતર્ગત કાર્યરત પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના સંચાલક-કમ-કુકની ભરતી કરવામાં આવશે.

ખંભાળિયા તાલુકામાં લલિયા પ્રાથમિક શાળા, ભટ્ટગામ પ્રાથમિક શાળા, મોટી ખોખરી પ્રાથમિક શાળા, વચલા પ્રાથમિક શાળા, નવા તથિયા પ્રાથમિક શાળા, નવીવાડી પ્રાથમિક શાળા, સગારિયા વાડી શાળા-૧, જંગલધાર વાડી શાળા, સુરજમોરી પ્રાથમિક શાળા, લલિયા વાડી શાળા, સામોર વાડી શાળા - ૪, લાલપરડા વાડી શાળા - ૨, મોટી ખોખરી વાડી શાળા, વચલાબારા વાડી શાળા, બેહ વાડી શાળા - ૧, સાંધાસર વાડી શાળા (ખજુરિયા વાડી શાળા) અને ઢાંઢા વાડી શાળા ખાતે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની જગ્યા પર ભરતી કરવામાં આવશે.

સંચાલક-કમ-કુક માટે ઉમેદવારની શૈક્ષણિક લઘુત્તમ લાયકાત એસ.એસ.સી(૧૦મું ધોરણ) તથા અરજી કરવાની છેલ્લી તારીખે ઓછામાં ઓછી ૨૦ વર્ષ પૂર્ણ અને વધુમાં વધુમાં ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ન હોવા જોઈએ.

સંચાલક-કમ-કુક માટે અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ તથા અન્ય માન્યા દસ્તાવેજો પ્રમાણિત નકલો સાથે જોડવાના રહેશે.  અરજી કરવા માટે ઈચ્છુક વ્યકિતઓએ ખંભાળિયા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી તા.૨૦/૦૫/૨૦૨૬થી તા.૨૯/૦૫/૨૦૨૬ (સાંજ ૧૮.૦૦ કલાક)સુધીમાં કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. સમયમર્યાદા બાદ કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ તેમ મામલતદાર, ખંભાળિયાની યાદીમાં જણાવાયું છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News