BREAKING NEWS

જામનગરમાં આધેડ સાથે ૪.૮૫ લાખની ઓનલાઇન છેતરપીંડી

  • October 30, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આધેડ સાથે ૪.૮૫ લાખની ઓનલાઇન છેતરપીંડી

મોબાઇલ હેક કરી બેન્કીંગ ડેટા કોઇ રીતે મેળવીને રકમ ચાઉં કરી: અજાણ્યા સાયર ઠગ સામે ફરીયાદ

જામનગર સહિત રાજયમાં ઓનલાઇન ચિટીંગના બનાવોનું પ્રમાણ વધી રહયુ છે, યેનકેન પ્રકારે સાયબર સાતીરો દ્વારા કયારેક ફાઇલ મોકલી અને કયારેક મોબાઇલ હેક કરવા સહિતની માયાજાળ રચીને રકમ ચાઉં કરી જવામાં આવતી હોવાના અનેક બનાવો પોલીસ મથકે નોંધાઇ ચુકયા છે જામનગરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં પટેલ આધેડનો મોબાઇલ હેક કરી નેટબેકીંગનો ડેટા કોઇપણ રીતે મેળવી લઇને અજાણ્યા શખ્સો દ્વારા ૪.૮૫ લાખની ઓનલાઇન છેતરપીંડી કરવામાં આવી છે. જેના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.
​​​​​​​
આ અંગેની વિગત મુજબ જામનગરના સેટેલાઇટ પાર્ક મકાન નં. ૨૦/૬ ખાતે રહેતા પ્રાઇવેટ નોકરી કરતા નરશી નરોતમભાઇ મોધરીયા (ઉ.વ.૫૩)એ અજાણ્યા ઇસમો વિરુઘ્ધ સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે ઓનલાઇન ચિટીંગ થયાની ફરીયાદ બીએનએસ ૩૧૮(૪), ૬૧ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ મુજબ નોંધાવી હતી.

જેમા જણાવ્યુ છે કે ગત તા. ૨૧-૯-૨૬ના સમય દરમ્યાન ફરીયાદી તેના મકાને હતા ત્યારે આરોપી દ્વારા તેમનો મોબાઇલ ફોન હેક કરી નાખ્યો હતો અને ફરીયાદીનો નેટ બેન્કીંગનો ડેટા કોઇપણ રીતે લઇને ગુનાહીત કાવતરૂ કરી ફરીયાદી સાથે ૪.૮૫.૪૫૮ની ઓનલાઇન છેતરપીંડી કરવામાં આવી હતી. આ ફરીયાદના આધારે સીટી-એ પીઆઇ ડોડીયા અને સ્ટાફ તપાસ ચલાવી રહયા છે. 

વધુમાં જાણવા મળેલી વિગત મુજબ ફરીયાદી નરશીભાઇને ગત તા. ૨૧ના બપોરના સુમારે ફોન આવ્યો હતો જે ઉપાડેલ ન હોય બાદમાં ફોન કરતા તે ફોન ઉપાડીને વાત કરતા ન હોય જેથી તેમણે ફોન કટ કરી નાખ્યો હતો, એ પછી આવેલ ફોન ઉપાડેલ પરંતુ સામેથી કોઇ અવાજ આવતો ન હતો, જેથી ફોન કટ કરી નાખેલ બાદમાં એક બીજા નંબર પરથી ફોન આવ્યો હતો તે ઉપાડતા ઓડીયો બોલવા લાગેલ અને ટ્રાન્ઝેકશન કરવા માંગતા હોય તો ૧ દબાવો અને ન કરવા માગતા હોય તો ૨ દબાવો જેથી ૨ દબાવેલ બાદમાં ફરીયાદીને મનમાં શંકા થયેલ અને શંકાના આધારે બેન્કે જઇને વાત કરી બેલેન્સ ચેક કરતા ઉપરોકત માતબર રકમ ખાતામાંથી ઉપડી ગયેલ છે અને સાયબર ફ્રોડ થયેલ છે તેમ જણાવતા હેલ્પલાઇન નં. ૧૯૩૦માં ફોન કરીને ફરીયાદ નોંધાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application