BREAKING NEWS

જામનગરમાં શ્રાવણી લોકમેળાના બાકી ૧૬ પ્લોટની બુધવારે ઓપન હરાજી

  • August 17, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શ્રાવણી લોકમેળાના બાકી ૧૬ પ્લોટની બુધવારે ઓપન હરાજી

જામનગરમા મહાનગરપાલીકા દ્વારા આયોજીત શ્રાવણી લોકમેળામાં સીંગલ ટેન્ડર, અપૂરતા દસ્તાવેજોને કારણે ૧૬ જેટલા પ્લોટના ટેન્ડરનું કોકડું ગુંચવાયું હતું. આ કોકડું ઉકેલવા મહાનગરપાલીકાએ આ પ્લોટની ઓપન હરાજીનો નિર્ણય કર્યો છેે. જે બુધવારે થશે. આથી હવે ઓપન હરાજી પર સૌની મીટ મંડાઇ છે. 

જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૧૧ દીવસ શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં નાના-મોટા ૪૩ પ્લોટ માટે મહાનગરપાલીકા દ્વારા ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૫ પ્લોટસ માટે ઓફલાઇન અને ૮ મોટા પ્લોટ માટે ઓનલાઇન ટેન્ડર મંગાવામાં આવ્યા હતાં. ૩૫ પ્લોટ માટે કુલ ૮૮ ઓફલાઇન ટેન્ડર ભરાયા હતાં. આ ટેન્ડર  ખોલવાની પ્રક્રીયામાં ફુડઝોનના ૬ પ્લોટ તથા પોપર્કોનના એક પ્લોટ માટે સીંગલ ટેન્ડર આવતા  ખોલવામાં આવ્યા ન હતાં. જયારે મશીન મનોરંજનના ૮ પ્લોટના ટેન્ડર કે જે રૂ.૫ લાખથી વધુના હોય ઓનલાઇન મંગાવામાં આવ્યા હોય તે શુક્રવારે સવારે ખોલવાના હતાં. પરંતુ આ પ્રક્રીયા થઇ શકી ન હતી. બીજી બાજુ ૮ મોટા પ્લોટમાં સીંગલ ટેન્ડર, અપૂરતા દસ્તાવેજોની ચર્ચા વચ્ચે સાંજ સુધી હવે શું નિર્ણય કરવો તેની મથામણનો દૌર મનપાના ઉચ્ચ અધિકારીઓમાં ચાલ્યો હતો. પરંતુ કોઇ નિર્ણય ન આવતા હવે શું નિર્ણય થશે તેના પર સૌની મીટ મંડાઇ હતી. 

ગત વર્ષે પણ શ્રાવણી મેળામાં ટેન્ડરની રકમ પાછળથી જમા કરાવવામાં આવી હોય કૌંભાડનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસે કરતા ભારે વિવાદ સર્જાયો હતો. આથી આ વષર્ર્ે ટેન્ડરનું ગુંચવાયેલુ કોકડું ઉકેલવા અને અન્ય કોઇ વિવાદ ન થાય તે માટે મહાનગરપાલીકાએ જે ૧૬ પ્લોટ બાકી છે તેની ઓપન હરાજીનો નિર્ણય કર્યો છે. બુધવારે ફાયરની ઓફીસમાં આ હરાજી થશે. જે નાના-મોટા ઓફલાઇન તથા ઓનલાઇન ટેન્ડરના પ્લોટ બાકી છે એટલે કે જેમાં સીંંગલ ટેન્ડર, અપૂરતા દસ્તાવેજો આવ્યા હતાં તેમાં મશીન મનોરંજનના ૬, આઇસક્રીમના ૨, ૧ પોપર્કોન, ૧ ચિલ્ડ્રન રાઇડસ, ૬ ફુડઝોનના પ્લોટનો સમાવેશ થાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application