BREAKING NEWS

જામનગમાં નીટની પરીક્ષામાં ૪૦ ટકા છાત્ર ગેરહાજર, પેપર સામાન્ય કરતાં અઘરૂ રહ્યું

  • August 31, 2026 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગમાં નીટની પરીક્ષામાં ૪૦ ટકા છાત્ર ગેરહાજર, પેપર સામાન્ય કરતાં અઘરૂ રહ્યું

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ૫ કેન્દ્વ પર ૧૫૯૯ વિધાર્થીએ પરીક્ષા આપી

શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થતાં વિધાર્થીઓની સાથે તંત્રએ હાશકારો અનુભવ્યો

મેડીકલમાં પ્રવેશ માટે જરૂરી નીટની પરીક્ષામાં જામનગરમાં ૪૦ ટકા છાત્ર ગેરહાજર રહ્યા હતાં. પેપર સામાન્ય કરતા અઘરૂ હોવાનું પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ૫ કેન્દ્વ પર ૧૫૯૯ વિધાર્થીએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થતાં વિધાર્થીઓની સાથે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

મેડીકલમાં પ્રવેશ માટે જરૂરી નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટની પરીક્ષા રાજયની સાથે જામનગરમાં પણ લેવામાં આવી હતી. જામનગર જિલ્લામાં નીટની પરીક્ષા માટે કુલ ૧૬૪૦ પરીક્ષાર્થી નોંધાયા હતાં.

જેમાંથી ૧૫૯૯ પરીક્ષાર્થી પરીક્ષામાં હાજર રહ્યા હતાં. ૪૦ ટકા એટલે કે ૪૧ વિધાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતાં. શહેરની ડીકેવી કોલેજ, કેન્દ્રીય વિધાલય-૧ અને વાલસૂરા, ઇન્ફ્રન્ટ્રીલાઇન  અને જવાહર નવોદય વિધાલય અલીયાબાડામાં નીટની પરીક્ષાના કેન્દ્ર રહ્યા હતાં. પરીક્ષામાં કોઇપણ ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્વ પર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. તમામ કેન્દ્વ પર જરૂરી ચકાસણી બાદ જ વિધાર્થીઓને પ્રવશે અપાયો હતો. નીટનું પેપર સામાન્ય કરતા અઘરૂ રહ્યાનો મત વિધાર્થીઓએ વ્યકત કર્યો હતો. જો કે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થતાં વિધાર્થીઓની સાથે વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application