BREAKING NEWS

તા.૨૧ મે ના રોજ ઉન્ડ-૧ સિંચાઈ યોજનામાંથી ચેકડેમ ભરવા પાણી છોડવાનું હોવાથી લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા સિંચાઈ વિભાગની સૂચના

  • May 20, 2026 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

તા.૨૧ મે ના રોજ ઉન્ડ-૧ સિંચાઈ યોજનામાંથી ચેકડેમ ભરવા પાણી છોડવાનું હોવાથી લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા સિંચાઈ વિભાગની સૂચના

જામનગર તા.૨૧ મે, જામનગર જીલ્લાના નંદપુર ગામ પાસે આવેલ ઉન્ડ-૧ સિંચાઇ યોજનામાંથી ડેમની નીચવાસમાં આવેલ ચેકડેમ ભરવા મંજૂરી મળેલ છે. જે અંતર્ગત, તા.૨૧/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૦૭:૦૦ કલાક બાદ ઉન્ડ-૧ ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવશે. આથી ડેમની નીચવાસના ગામો ધ્રાંગડા, ખંભાલીડા મોટોવાસ તથા નાનોવાસ, રોજીયા, રવાણી ખીજડીયા, તમાચણ, માનસર, હમાપર, વિરાણી ખીજડીયા, વાંકીયા, સોયલ, નથુવડલાના તમામ લોકોએ નદીના પટમાં અવર જવર કરવી નહી અને ઢોર-ઢાકર કે વાડા વાવનારાઓને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવે છે. 

તેમજ ઉંડ-૧ સિંચાઇ યોજનાના ઉપરવાસમાં ટી.બી.સી વીસ્તારને જો પીયત ચાલુ હોય તો બંધ કરી તેઓની મોટર/મશીનરી દૂર કરી જરૂરી વ્યવસ્થા કરવા સિંચાઇ વિભાગ જામનગરના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application