બાકી રહેલા ચાર પ્લોટની આજે સાંજે પુન: જાહેર હરાજી થશે
જામનગરમાં મનપા આયોજીત શ્રાવણી લોકમેળો પરફોર્મન્સ લાયસન્સ અને કાનૂની જંગમાં અટવાયો હોય આજથી શ થશે કે કેમ તે હજુ પણ સો મણનો સવાલ છે. બાકી રહેલા ચાર પ્લોટની આજે સાંજે પુન: જાહેર હરાજી મનપા દ્વારા કરવામાં આવશે.
જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા ચાલુ વર્ષે તા.૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવાની વીસેક દીવસ પૂર્વે કરવામાં આવી છે. પરંતુ શ્રાવણી લોકમેળો શઆતથી જ ચકડોળે ચડયો હોય હજુ પણ આખરી ચિત્ર એટલે કે મેળો મનપાએ કરેલી જાહેરાત મુજબ આજથી શ થશે કે કેમ તે એક સળગતો સવાલ છે. કારણ કે, શ્રાવણી લોકમેળામાં પ્રદર્શન મેદાનમાં જે રાઇડસ ફીટ કરવામાં આવશે તેના માટે નિયમ મુજબ શહેરની પ્રાંત અધિકારી કચેરીમાંથી પરફોમન્સ લાયસન્સ મેળવવાના રહે છે. મેળામાં બાળકો સહિત લોકો માટે ૧૩ મોટી અને સાત નાની યાંત્રિક રાઈડ સહિતની રાઈડ લગાવવામાં આવી છે. પરંતુ મંગળવારે સવારે ૧૧ વાગ્યા સુધી ૧૩ મોટી રાઇડસના પરફોર્મન્સ લાયસન્સ હજુ મળ્યા ન હોવાનું શહેરના પ્રાંત અધિકારી કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું. કારણ કે, નિયમ મુજબ રાઇડસના પરફોમન્સ લાયસન્સ માટે નિયત કરેલા સભ્યોની સમિતિના અઘ્યક્ષનો હકારાત્મક રિપોર્ટ જરી છે. પરંતુ અઘ્યક્ષનો હકારાત્મક રિપોર્ટ આવ્યો નથી.
આથી રાઇડસના પરફોમન્સ લાયસન્સ હજુ ઇસ્યુ કરાયા નથી. બીજી બાજુ મનપાના શ્રાવણી લોકમેળા સામે અદાલતમાં દાવો કરવામાં આવ્યો છે. આ દાવામાં બંને પક્ષ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. હવે અદાલત શું હુકમ કરે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.
આટલું જ નહીં મેળાના સૌથી મોટા મશીન મનોરંજનના એક તથા આઇસક્રીમના ૨ તથા ખાણીપીણીના એક પ્લોટ કે જેની પ્રથમ જાહેર હરાજીમાં પણ કોઇ બોલી ન બોલાતા ખાલી રહ્યા હતાં. આ ચારેય બાકી પ્લોટની આજે જાહેર હરાજી મનપાએ રાખી છે. આ કારણોસર આજથી મેળો શ થશે કે કેમ તે સો મણનો સવાલ છે. અત્રે નોંધનીય છે કે, શ્રાવણી લોકમેળાની મનપા દ્વારા જાહેરાતથી માંડીને પ્લોટની હરાજી સંબધિત પ્રક્રીયા અને કામગીરીમાં શા માટે ગોકળગાયની ગતિએ કરવામાં આવી, પાછળથી બાકી ચાર પ્લોટની હરાજીનો નિર્ણય શું કામ કરવામાં આવ્યો તે સહીતના સવાલો એ અણઉકેલ કોયડાની સાથે તપાસનો વિષય બન્યો છે.